<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોર્શનના પરિવહન વિભાગની એક પછી એક 5 બસોમાં આગ લાગી: ધુમાડાના ગોટેગોટા

NMMTએ ખાનગી કંપની પાસેથી આ 5 ઈલેક્ટ્રિક બસો ખરીદી હતી. એન્જીનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

મહારાષ્ટ્રના મુંબઈમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના સામે આવી છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોર્શનના પરિવહન વિભાગની એક પછી એક 5 બસોમાં આગ લાગી છે. એકા એક બસોમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટે જોવા મળ્યા હતા. આ સાથે જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ થયો છે 

 અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે. NMMTએ ખાનગી કંપની પાસેથી આ 5 ઈલેક્ટ્રિક બસો ખરીદી હતી. એન્જીનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

(1:38 PM IST)