<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

અયોધ્‍યામાં રામ દરબારની ભવ્‍ય પ્રાણપ્રતિષ્‍ઠા

મંદિરમાં માતા સીતા સંગ બિરાજમાન થયા રાજારામ : રામનગરના ઇતીહાસમાં એક વધુ સ્‍વર્ણિમ અધ્‍યાય જોડાઇ ગયો ૨૧ મૂર્તિઓ પ્રસ્‍થાપિત : અનુષ્‍ઠાન : મંત્રોચ્‍ચાર : CM યોગીએ રામ મંદિરમાં કરી પૂજા -અર્ચના

અયોધ્‍યા, તા.૫: રામનગરી અયોધ્‍યા ફરી એકવાર આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કૃતિક ઉત્‍સવનું સાક્ષી બન્‍યું છે. રામનગરીના ઇતિહાસમાં વધુ એક સ્‍વર્ણિમ અધ્‍યાય જોડાઇ રહયો છે. આજે શ્રી રામજન્‍મભૂમિ મંદિરમાં રાજારામના દરબારની ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠાનું આયોજન કરવામાં આવ્‍યું. આ સાથે જ ૨૧ મૂર્તિઓ પ્રસ્‍થાપિત કરવામાં આવી. ઉત્તરપ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ આ ઐતિહાસિક સમારોહમાં મુખ્‍ય અતિથિ તરીકે હાથરી આપી અને રામદરબારની પૂજા - અર્ચના કરી. આ સાથે જ અયોધ્‍યામાં ભકતોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. દિવ્‍ય રામદરબારની સ્‍થાપના અભિજીત મુહુર્તમાં કરવામાં આવી. વૈદિક મંત્રોચ્‍ચાર સાથે કાશી-અયોધ્‍યાના પંડિતોએ પ્રાણ-પ્રતિષ્‍ઠાની પુજા-વિધિ કરી હતી.

મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ આજે સવારે  રામ કથા પાર્ક હેલિપેડ પર હેલિકોપ્‍ટર દ્વારા અયોધ્‍યા પહોંચ્‍યા.  તેઓ લગભગ ૬ કલાક રામનગરીમાં રોકાશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમનો પહેલો મુકામ શ્રી રામ જન્‍મભૂમિ મંદિર હશે, જ્‍યાં તેઓ લગભગ બે કલાકનું રોકાણ કરશે. દરમ્‍યાન તેઓ રામ લલ્લાના દર્શન કર્યા અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો.આ સમારોહ સવારે ૧૧:૨૫ થી ૧૧:૪૦ વાગ્‍યા સુધી અભિજીત મુહૂર્તમા આયોજન  કરવામાં આવ્‍યું હતું. જેમાં કાશી અને અયોધ્‍યાના ૧૦૧ વૈદિક આચાર્યો વૈદિક મંત્રોચ્‍ચાર સાથે વિધિ પૂર્ણ કરવામાં આવી.

 રામ મંદિર સંકુલ પછી, સીએમ યોગી હનુમાનગઢી મંદિર જશે અને ત્‍યાં દર્શન-પૂજન કરશે. આ પછી, તેઓ રામ કથા પાર્ક પહોંચશે, જ્‍યાં તેઓ અયોધ્‍યા મ્‍યુનિસિપલ કોર્પોરેશનના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં, મ્‍યુનિસિપલ કોર્પોરેશનની સિદ્ધિઓનું પ્રદર્શન કરવામાં આવશે અને સફાઈ મિત્રનું પણ સન્‍માન કરવામાં આવશે. આ પછી, મુખ્‍યમંત્રી સરયુ નદીના કિનારે પહોંચશે, જ્‍યાં તેઓ સરયુ મહોત્‍સવનું ઉદ્ધાટન કરશે અને સરયુ પૂજનમાં ભાગ લેશે. ત્‍યાંથી તેઓ મણિ રામ દાસ છાવણી જશે, જ્‍યાં તેઓ શ્રી રામ જન્‍મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્‍ટના પ્રમુખ મહંત નળત્‍ય ગોપાલ દાસની જન્‍મજયંતિ ઉજવણીમાં હાજરી આપશે. આ પ્રસંગે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

તેમના પ્રવાસના અંતે, મુખ્‍યમંત્રી યોગી રામ કથા પાર્ક પાસે સ્‍થિત પુષ્‍પ વાટિકાની મુલાકાત લેશે. આ પછી, તેઓ સાંજે ૪:૩૦ વાગ્‍યે રામ કથા પાર્ક હેલિપેડથી લખનૌ જવા રવાના થશે.

  આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ગંગા દશેરાના શુભ અવસરે થઈ રહ્યો છે, જેને દ્વાપર યુગની શરૂઆત અને ગંગાના અવતરણની તારીખ માનવામાં આવે છે. શ્રી રામ જન્‍મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્‍ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્‍યું હતું કે રામ દરબારની મૂર્તિઓ જયપુરના મકરાના આરસપહાણમાંથી તૈયાર કરવામાં આવી છે. કિલ્લાના સાત મંદિરોમાં શિવલિંગ, ગણપતિ, હનુમાન, સૂર્ય, ભગવતી, અન્નપૂર્ણા અને શેષાવતાર લક્ષ્મણજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ કાર્યક્રમ રામ મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થવાનું પણ પ્રતીક છે.

 આ ભવ્‍ય કાર્યક્રમ માટે અયોધ્‍યામાં કડક સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. એસએસપી ડૉ. ગૌરવ ગ્રોવરે જણાવ્‍યું હતું કે રામનગરીમાં સંપૂર્ણ સુરક્ષા વ્‍યવસ્‍થા સુનિશ્‍ચિત કરવામાં આવી છે. ભક્‍તોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે સ્‍થળ પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્‍યા છે. ભક્‍તો આ ઐતિહાસિક ક્ષણને જોઈ શકે તે માટે મોટી એલઇડી સ્‍ક્રીન અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્‍યા છે.

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ૧૬ મહિના પછી, રાજા રામના દરબારની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્‍તોમાં ભારે ઉત્‍સાહ છે. ટ્રસ્‍ટે ભક્‍તોને ભીડ ટાળવા અને તેમની સુવિધા મુજબ દર્શન માટે અયોધ્‍યા આવવા અપીલ કરી છે. આ કાર્યક્રમ માત્ર અયોધ્‍યા માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક સાંસ્‍કળતિક અને ધાર્મિક સીમાચિホરૂપ સાબિત થશે.

(3:17 PM IST)