<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

અયોધ્યામાં ભગવાન રામ દરબારનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ :સુરતથી સોના ચાંદીના અને હીરા જડિત આભૂષણોની ભેટ અર્પણ

સુરતથી વેપારીઓ દ્વારા મોકલાયેલા આભૂષણોમાં 1000 કેરેટના વિવિધ હીરા, 300 ગ્રામ સોનુ, 30 કિલો ચાંદી અને 300 રૂબીનો ઉપયોગ

અયોધ્યામાં આજે ભગવાન રામ દરબારનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે ત્યારે સુરતથી વેપારીઓએ સોના ચાંદીના અને હીરા જડિત આભૂષણોની અમૂલ્ય ભેટ અર્પણ કરી છે. આ કીમતી આભૂષણો ચાર્ટ્ડ પ્લેનથી સુરતથી રામ જન્મ ભૂમિ ટ્રસ્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા

અયોધ્યા ખાતે આજે ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે ત્યારે સુરતથી વેપારીઓ દ્વારા ખાસ આભૂષણો મોકલવામાં આવ્યા છે આ આભૂષણોમાં 1000 કેરેટના વિવિધ હીરા, 300 ગ્રામ સોનુ, 30 કિલો ચાંદી અને 300 રૂબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ભવ્ય ઘરેણાંમાં ગળાનો હાર, કાનની બુટ્ટી, ચાર મોટા હાર, કપાળનું તિલક તેમજ ત્રણ નાના ધનુષ છે. તેમજ ભગવાન રામ અને તેમના ભાઈઓ માટે 3 ગદા, 11 મુગટ પણ વિશેષ તૈયાર કરવામાં આવ્યા છે.

આ કીમતી આભૂષણોને ખાસ ચાર્ટ્ડ પ્લેન મારફતે સુરતથી અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશભાઈ નાવડિયા, ગ્રીન લેબના મુકેશ પટેલ સ્વયં આ આભૂષણો લઈને પહોંચ્યા હતા

(8:13 PM IST)