<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

શું ટેરિફ યુદ્ધ ખતમ થશે ? :ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે ફોન પર વાતચીત

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી: સિન્હુઆ મુજબ ટ્રમ્પની વિનંતી પર વાત થઇ

નવી દિલ્હી. ટેરિફ યુદ્ધ વચ્ચે , ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. નેતાઓની વાતચીત વિશે વિગતો આપ્યા વિના, સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યું હતું કે આ ટેલિફોન વાતચીત ટ્રમ્પની વિનંતી પર થઈ હતી. વ્હાઇટ હાઉસે ટિપ્પણી માટેની વિનંતીનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો.

તાજેતરમાં, બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ ઘટાડવા માટે એક કરાર થયો છે. ગયા મહિને, બંને દેશોએ આગામી 90 દિવસ માટે એકબીજા પર લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફમાં 115 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો.

અમેરિકાએ ચીનથી આવતા માલ પર ૧૪૫ ટકા ટેરિફ લાદ્યો હતો, જે હવે ૯૦ દિવસ માટે ઘટાડીને ૩૦ ટકા કરવામાં આવ્યો છે. ચીને અમેરિકન માલ પર ૧૨૫ ટકા ટેરિફ લાદ્યો હતો, જે ઘટાડીને માત્ર ૧૦ ટકા કરવામાં આવ્યો છે.

(9:48 PM IST)