News of Thursday, 5th June 2025
બેંગલુરુ ભાગદોડ પર મુખ્યમંત્રીની મોટી કાર્યવાહી : એડિશનલ પોલીસ કમિશનર, એસીપી સહીત અનેક વરિષ્ઠ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
કર્ણાટક સરકારે આ ઘટના અંગે તપાસ સમિતિ બનાવવાનો નિર્ણય લીધો :બેંગલુરુ પોલીસે આ મામલે સ્વતઃ નોંધ લીધી અને આરસીબી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી

નવી દિલ્હી. બેંગલુરુમાં થયેલી ભાગદોડને લઈને કર્ણાટક સરકારે મોટી કાર્યવાહી કરી છે . સરકારે પોલીસ કમિશનર, એસીપી અને ઘણા વરિષ્ઠ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. સાથે જ આ ઘટના અંગે તપાસ સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં ૧૧ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. બેંગ્લોર પોલીસે આ મામલાની સુઓમોટો નોંધ લીધી છે અને આરસીબી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.
આઈપીએલની ૧૮મી સીઝનની ચેમ્પિયન બનેલી આરસીબી બુધવારે બેંગલુરુમાં વિજય પરેડ યોજાવાની હતી. ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચે તે પહેલાં જ સ્ટેડિયમની બહાર લાખો ચાહકો એકઠા થઈ ગયા હતા. વહીવટીતંત્ર આટલી મોટી ભીડને સંભાળવામાં નિષ્ફળ ગયું. સ્ટેડિયમના ગેટ પર લોકોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
