<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધોમાં ભારે કડવાસ: ટેસ્લાના શેરમાં ૧૪.૭૬%નો ઘટાડો અને કંપનીની બજાર મૂડીમાં ૧૫૨ અબજ ડોલરનું નુકસાન

વોશિંગ્ટન/ન્યૂયોર્ક: વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ઇલોન મસ્કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સાથેના સંબંધો તોડી લેવાની જાહેરાત કરી છે. મસ્કે ટ્રમ્પ સરકારમાં ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ડોગ)ના વડા તરીકેની જવાબદારીમાંથી રાજીનામું આપી દીધું છે. આ ઘટનાને પગલે ટેસ્લાના શેરમાં ૧૪.૭૬ ટકાનો ભારે ઘટાડો નોંધાયો, જેના કારણે કંપનીની બજાર મૂડીમાં એક જ રાતમાં ૧૫૨ અબજ ડોલરનું નુકસાન થયું.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, મસ્કના આ નિર્ણય પાછળ ટ્રમ્પની નીતિઓ અને સરકારી ખર્ચમાં કાપની યોજનાઓ સાથેનો મતભેદ મુખ્ય કારણ હોવાનું મનાય છે. એક્સ પ્લેટફોર્મ પર મસ્કે પોસ્ટ કરીને જણાવ્યું કે, "મારો નિર્ધારિત સમય પૂરો થયો છે, હવે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને આગળની યોજનાઓ માટે શુભેચ્છા પાઠવું છું." આ ઘટનાએ બજારોમાં ભારે ઉથલપાથલ મચાવી છે.

 

આ ઉપરાંત, ચર્ચાઓમાં એવું પણ સામે આવ્યું છે કે ટેસ્લાની યુરોપમાં વેચાણમાં ૫૮ ટકા અને એકંદરે ૪૯ ટકાનો ઘટાડો થયો છે, જેની અસર કંપનીના શેરો પર પડી. આ સાથે, સ્પેસએક્સનું તાજેતરનું રોકેટ લોન્ચ અસફળ રહ્યું, જેનાથી મસ્કની કંપનીઓ પર દબાણ વધ્યું છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે મસ્કનો આ નિર્ણય ટેસ્લા અને સ્પેસએક્સની નાણાકીય સ્થિતિને સુધારવા માટેનો પ્રયાસ હોઈ શકે છે.

 

આ ઘટનાએ રાજકીય અને આર્થિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. ટ્રમ્પ અને મસ્કની આ જોડીના અલગ થવાથી વૈશ્વિક બજારો પર લાંબાગાળાની અસર થઈ શકે છે. ઉપરાંત મસ્કને અમેરિકામાંથી તડીપાર કરવાની પણ ભારે ચર્ચા શરૂ થઈ છે.

(9:19 AM IST)