<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

પતિના નિધન બાદ મહિલાએ દિયરને પતિ બનાવ્‍યોઃ બાળક ન થતાં હોસ્‍પિટલમાંથી ચોરી લીધું

મમતાને પહેલા પતિથી ત્રણ બાળકો છે અને તેણે નસબંધી કરાવી હતી

 

 

સોનભદ્ર તા.૬: સોનભદ્ર પોલીસે જિલ્લા હોસ્‍પિટલ લોઢીમાંથી ચોરી થયેલું નવજાત શિશુ ૨૪ કલાકની અંદર શોધી કાઢયું છે. પોલીસે આ મામલામાં એક મહિલા અને તેના દિયરની ધરપકડ કરી છે. બાળક ચોરી કરવા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

હકીકતમાં જોઈએ તો, ૨ જૂને રોબર્ટ્‍સગંજ વિસ્‍તારની જિલ્લા હોસ્‍પિટલ લોઢીમાંથી એક નવજાત બાળક ગુમ થવાની સૂચના મળી હતી. પોલીસે તાત્‍કાલિક ફરિયાદ નોંધી ચાર ટીમો બનાવી. રામપુર બરકોનિયા પોલીસ, રોબર્ટ્‍સગંજ પોલીસ અને એસઓજી સોનભદ્રની જોઈન્‍ટ ટીમ રામપુર ગામમાંથી બાળકને હેમખેમ શોધી કાઢયું.

એએસપી અનિલ કુમારે જણાવ્‍યું કે આરોપી મહિલા મમતાના પહેલા પતિનું નિધન થઈ ચૂકયું છે. તે પોતાના પિતરાઈ દિયર શ્રીનાથ સાથે પત્‍નીની માફક રહેતી હતી. શ્રીનાથ સતત બાળક કરવાની માંગ કરી રહ્યો હતો. મમતાને પહેલા પતિથી ત્રણ બાળકો છે અને તેણે નસબંધી કરાવી હતી.

મમતા બે-ત્રણ દિવસથી બીમારીનું બહાનું કરીને જિલ્લા હોસ્‍પિટલમાં દાખલ થઈ હતી. આ દરમિયાન એક મહિલાને બાળક થયું. મમતા આ મહિલાની નજીક રહીને બાળકની દેખરેખ કરવા લાગી. મોકો મળતાં જ તે બાળકને લઈને પોતાના દિયર સાથે રામપુર ગામમાં આવી ગઈ.

એએસપી અનિલ કુમારે ખુલાસો કરતાં જણાવ્‍યું કે, લોઢી જિલ્લા હોસ્‍પિટલમાંથી એક નવજાત શિશુ સોમવારની સવારે ચોરી થઈ ગયું હતું. સૂચના મળતાં રોબર્ટ્‍સગંજ પોલીસમાં ફરિયાદ નોંધી નવજાત શિશુને શોધવા માટે ચાર ટીમ બનાવી હતી.

એસઓજી સહિત ટીમોએ કેટલાય કલાકોની મહેનત કરી અને સીસીટીવી કેમેરા ખંગાળ્‍યા. સાથે સાથે રામપુર બરકોનિયાની પોલીસ તપાસમાં લાગી ગઈ. બધી ટીમોની મહેનતના દમ પર માત્ર ૨૪ કલાકમાં બાળક રામપુર બરકોનિયા વિસ્‍તારમાંથી મળી આવ્‍યું. આરોપી મહિલા અને તેના દિયરની ધરપકડ કરી લીધી. બાળક તેના પરિવારને સોંપી દીધું.(૩૮.૧૦)

(9:40 AM IST)