News of Friday, 6th June 2025
રેપો રેટમાં ૫૦ બેસિઝ પોઈન્ટનો ઘટાડો જાહેર: લોકોને મોટી રાહત મળશે: ઈએમઆઈ, લોન હપ્તાની રકમમાં ઘટાડો થશે

રિઝર્વ બેન્કે ફરી એકવાર મોનિટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરવા સાથે રેપો રેટમાં ૫૦ બેસિઝ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો, જેનાથી લોકોને મોટી રાહત મળશે કેમ કે તેમના ઈએમઆઈ, લોન હપ્તાની રકમમાં ઘટાડો થશે.
હવે રેપો રેટ ૫.૫૦% થઈ ગયો છે. છેલ્લા છ મહિનામાં ત્રીજી વખત આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરાયો છે.
દેશમાં માંગ ધીમે ધીમે નબળી પડી રહી છે. ક્રેડિટ વૃદ્ધિ (લોન વિતરણની ગતિ), ઓટો વેચાણ, રિયલ એસ્ટેટ વેચાણ અને ઘરગથ્થુ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ફુગાવો પણ નરમ પડયો છે અને છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ ૪% થી નીચે રહ્યો છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
