News of Friday, 6th June 2025
પતંજલિ સામે નેપાળમાં કેસ દાખલઃ જમીન ખરીદવામાં ગેરરીતી
નેપાળના પૂર્વ વડાપ્રધાનનું નામ ચાર્જશીટમાં

કાઠમંડુ, તા.૬: પતંજલિ યોગપીઠના નેપાળમાં આવેલા યોગ કેન્દ્ર અને હર્બલ ખેતી સાથે સંબંધિત કથિત જમીન કૌભાંડ કેસમાં નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન માધવ કુમાર નેપાળ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ નેપાળની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી ધ કમિશન ઓફ ઇન્ક્વાયરી ઇનટુ એબ્યુઝ ઓફ ઓથોરિટી દ્વારા નોંધવામાં આવ્યો છે.
નોંધવામાં આવેલ કેસમાં માધવ કુમાર નેપાળ અને અન્ય ૯૩ લોકોનું નામ છે. માધવ કુમાર નેપાળ CPN-યુનિફાઇડ સોશિયાલિસ્ટ પાર્ટીના પ્રમુખ છે. CIAAએ દાખલ કરેલી ચાર્જશીટમાં પતંજલિના વડા બાબા રામદેવ અને આચાર્ય બાલકળષ્ણનના નામનો ઉલ્લેખ નથી.
આરોપ લગાવવામાં આવ્યો છે કે પતંજલિ યોગપીઠના કાવેર જિલ્લામાં આવેલા યોગ કેન્દ્ર અને હર્બલ ખેતી માટે જમીન ખરીદવામાં ગેરરીતી આચરવામાં આવી હતી. CIAA એ સ્પેશિયલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. CIAA એ ચાર્જશીટ પણ દાખલ કરી છે.
નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન માધવ નેપાળે તેમના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢયા છે. તેમણે કહ્યું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી અને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવા તૈયાર છે
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
