<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

ચીને માન્‍યું બ્રહ્મોસ સામે એર ડિફેન્‍સ સિસ્‍ટમ ફેલ

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્‍તાનને ભારે નુકસાન

નવી દિલ્‍હી, તા.૬: ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્‍તાનની એર ડિફેન્‍સ સિસ્‍ટમ સંપૂર્ણ રીતે નાકામ રહી. આ એર ડિફેન્‍સ સિસ્‍ટમ ચીને પાકિસ્‍તાનને આપી હતી. ચીને પોતે સ્‍વીકાર્યું છે કે તેની વાયુ સંરક્ષણ પ્રણાલી HQ-9B/HQ-16 નિષ્‍ફળ ગઈ. ભારતની બ્રહ્મોસ મિસાઇલે ચીનની એર ડિફેન્‍સ સિસ્‍ટમને નાકામ કરી દીધી. ત્‍યારે મીડિયા રિપોર્ટ અનુસાર આ અંગે પાકિસ્‍તાની અધિકારીઓએ પણ ચીનને આ અંગે ફરિયાદ કરી છે.

ચીનની એર ડિફેન્‍સ સિસ્‍ટમને અંગે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્‍ટ શેર કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્‍તાની લશ્‍કરી અધિકારીઓએ ઓપરેશન સિંદૂર પછી ચીનને ફરિયાદ કરી છે. HQ-9B ±Þõ HQ-16 ના કામ ન કરવાને કારણે તેઓ નારાજ છે. પરંતુ ચીન આ માટે બહાનું બનાવી રહ્યું છે. તેણે પાકિસ્‍તાનને કહ્યું કે ચીનની એર ડિફેન્‍સ સિસ્‍ટમ બ્રહ્મોસ જેવી મિસાઇલ માટે બનાવવામાં આવી નથી. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્‍તાનને ભારે નુકસાન થયું છે ત્‍યારથી તે સતત ભયમાં છે.

આ દરમિયાન ચીનના જિલિંગ પ્રાંતમાં એક લેખ પ્રકાશિત થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીની કમ્‍યુનિસ્‍ટ પાર્ટી બ્રહ્મોસને ભારતીય સેનાનું ટ્રમ્‍પ કાર્ડ માને છે. તેને તેનું સૌથી ખતરનાક હથિયાર માનવામાં આવે છે. બ્રહ્મોસ અંગે, પાકિસ્‍તાને ચીનને કહ્યું છે કે તેની એર ડિફેન્‍સ સિસ્‍ટમ મેક ૩ ની ગતિવાળી મિસાઈલને રોકવામાં નિષ્‍ફળ રહી છે.

રશિયાની S-૩૦૦ અને અમેરિકાની પેટ્રિઅટ સિસ્‍ટમ જોયા પછી ચીને તેની એર ડિફેન્‍સ સિસ્‍ટમ HQ-9B બનાવી છે. તેને લગભગ એક નકલ ગણી શકાય. HQ-9B ની રેન્‍જ લગભગ ૨૫૦ થી ૩૦૦ કિલોમીટર છે. તે ક્રુઝ મિસાઈલ અથવા લાંબા અંતરના વિમાનોને નિશાન બનાવી શકે છે. પરંતુ મેક ૩ ની ગતિએ ઉડતી મિસાઈલોને પણ ટ્રેક કરી શકતી નથી. HQ-16 સાથે પણ આવી જ સમસ્‍યા છે. તેની રેન્‍જ ખૂબ જ ટૂંકી છે. તે લગભગ ૪૦ થી ૭૦ કિલોમીટરની રેન્‍જ ધરાવતી એર ડિફેન્‍સ સિસ્‍ટમ છે

(10:48 AM IST)