News of Friday, 6th June 2025
‘જન્નત'ને વિકાસની સૌથી ‘ઉંચી' ભેટ
અદ્ભુત...અવિશ્વસ્નીય...અકલ્પનીય : પહાડો અને સુરંગો વચ્ચે એન્જીનીયરીંગનો ચમત્કાર : વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ દેશને સમર્પિત કરતાં વડાપ્રધાન : ૩૫૯ મીટર ઉંચો બ્રીજ ૧૪૦૦ કરોડના ખર્ચે બનેલો છે : જે એફિલ ટાવર કરતાં પણ ઉંચો છે

જમ્મુ, તા.૬: વડાપ્રધાન મોદીએ આજે વિશ્વના સૌથી ઉંચા ચિનાબ બ્રિજને દેશને સમર્પિત કર્યો છે સાથે જ તેમણે બે વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી આપી છે. હવે લોકો કાશ્મીરનો પ્રવાસ કોઇ પણ મોસમમાં કરી શકશે.
નદીથી ૩૫૯ મીટરની ઊંચાઈ પર સ્થિત ચિનાબ રેલ બ્રિજ એક સ્થાપત્ય અજાયબી છે, જે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ છે. તે ૧,૩૧૫ મીટર લાંબો સ્ટીલ કમાન પુલ છે, જે પેરિસના એફિલ ટાવર કરતા ૩૫ મીટર ઊંચો છે. તે ભૂકંપ અને પવનની સ્થિતિનો સામનો કરવા માટે રચાયેલ છે.૨૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભૂકંપ ઝોનપ્રસ્માં પણ આ પુલ સ્થિર રહી શકે છે. તેના નિર્માણમાં ૩૦,૦૦૦ ટન સ્ટીલ અને અડધા ફૂટબોલ મેદાન જેટલા પહોળા પાયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પુલનું આયુષ્ય ૧૨૦ વર્ષ હોવાનું કહેવાય છે અને તેના પર ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડી શકે છે.ચિનાબ પુલ રિક્ટર સ્કેલ પર ૮ સુધીના ભૂકંપનો સામનો કરી શકે છે. તે ૪૦ ટન વ્ફવ્ જેટલી તીવ્રતાના વિસ્ફોટોનો પણ સામનો કરી શકે છે. પુલનો મોટો પ્રભાવ જમ્મુ અને શ્રીનગર વચ્ચે જોડાણ વધારવાનો રહેશે. પુલ પર દોડતી વંદે ભારત ટ્રેન દ્વારા, કટરા અને શ્રીનગર વચ્ચે મુસાફરી કરવામાં લગભગ ૩ કલાક લાગશે, જેનાથી વર્તમાન મુસાફરીનો સમય ૨પ્ર૩ કલાક ઓછો થશે. પધાનમંત્રી ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. ૨૭૨ કિમી લાંબા USBRL પ્રોજેક્ટ, જેની કિંમત લગભગ રૂ. ૪૩,૭૮૦ કરોડ છે, તેમાં ૩૬ ટનલ (૧૧૯ કિમી સુધી ફેલાયેલી) અને ૯૪૩ પુલનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ ૪૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન, તેઓ વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ, ચિનાબ બ્રિજ, અને ભારતના પ્રથમ કેબલપ્રસ્ટેડ રેલવે પુલ, અંજી બ્રિજનું ઉદ્ધાટન કરશે, જે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL)નો ભાગ છે.
જણાવી દઇએ કે આ પુલો જમ્મુ અને શ્રીનગર વચ્ચેની રેલ મુસાફરીને ૩ કલાક સુધી ઘટાડશે, જેનાથી પ્રવાસીઓ અને સ્થાનિકોને ઝડપી અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. વડાપ્રધાન કટરા ખાતે વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે અને શ્રી માતા વૈષ્ણો દેવી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ એક્સેલન્સનો શિલાન્યાસ કરશે, જે રિયાસી જિલ્લાની પ્રથમ મેડિકલ કોલેજ હશે. આ ઉપરાંત, માતા વૈષ્ણો દેવી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સભા સંબોધીને તેઓ પ્રદેશના વિકાસ અને સમળદ્ધિનો સંદેશ આપશે.
પ્રધાનમંત્રી મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ રેલ બ્રિજનું ઉદઘાટન કરશે. તેઓ શ્રીનગર અને કટરા વચ્ચે ખાસ ડિઝાઇન કરાયેલી બે વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે. વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ તરીકે ઓળખાતો, ચેનાબ રેલ બ્રિજ ૨૭૨ કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો એક ભાગ છે. તે ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરી વચ્ચે લગભગ ૧,૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો ચેનાબ પુલ નદીના પટથી ૩૫૯ મીટર ઉપર છે. તે પેરિસના એફિલ ટાવર કરતા ૩૫ મીટર ઉંચો અને દેશની રાષ્ટ્રીય રાજધાનીમાં કુતુબ મિનાર કરતા લગભગ પાંચ ગણો ઉંચો છે. વર્ષ ૨૦૦૩ માં ચેનાબ પુલ બનાવવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી અને આ સ્વપ્ન આજે પૂર્ણ થઈ રહ્યું છે. જોકે, આ પુલ બનાવવામાં ઘણા પડકારો હતા.
આ પુલ બનાવવામાં સૌથી મોટી સમસ્યા એ હતી કે ચિનાબ નદીના પ્રવાહને અવરોધ્યા વિના તેને કેવી રીતે બનાવવો. ચિનાબ પુલ બનાવવાના શરૂઆતના તબક્કામાં, ઇજનેરોને મૂળભૂત માળખાગત પ્રોજેક્ટ પર કામ કરવા માટે પગપાળા અથવા ખચ્ચર દ્વારા મુસાફરી કરવી પડતી હતી. આ પુલ ૨૬૬ કિમી/કલાકની ઝડપે પવન અને ભૂકંપ જેવા કુદરતી પડકારોનો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તે ઇજનેરીનું એક અજોડ ઉદાહરણ છે, જે ભારતની ટેકનોલોજીની તાકાત દર્શાવે છે.
ભારત માટે ચેનાબ બ્રિજ કેમ ખાસ છે? : જો આપણે ભારત માટે ચેનાબ રેલ્વે બ્રિજના મહત્વ વિશે વાત કરીએ, તો તે ખૂબ જ મોટો વ્યૂહાત્મક ફાયદો હશે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ કાશ્મીર ખીણ અને દેશના બાકીના ભાગો વચ્ચે ઓલ-વેધર રેલ કનેક્ટિવિટી પૂરી પાડવામાં મદદ કરશે. અગાઉ, ખીણને ભારત સાથે જોડતો એકમાત્ર ૩૦૦ કિમી લાંબો શ્રીનગરપ્રજમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હતો. જોકે, શિયાળામાં બરફવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ જતા હતા, તેથી તેને પણ વારંવાર બંધ કરવો પડતો હતો. ભૂસ્ખલનને કારણે, જમ્મુપ્રશ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ખૂબ જ પડકારજનક માર્ગ બની ગયો.
કાશ્મીરના અર્થતંત્રને પણ વેગ મળશેઃ કેટલાક નિષ્ણાતો માને છે કે રેલ કનેક્ટિવિટીને કારણે વેપાર પણ ખૂબ જ સરળ બનશે અને તે કાશ્મીરના અર્થતંત્રને પણ વેગ આપશે. જમ્મુ અને શ્રીનગર વચ્ચે સીધી ટ્રેન સસ્તી થશે અને મુસાફરીનો સમય પણ ઓછો થશે. આનાથી પર્યટનને વેગ મળવાની અપેક્ષા છે. શ્રીનગર અને જમ્મુ વચ્ચેનો મુસાફરીનો સમય રોડ દ્વારા મુસાફરી દરમિયાન પાંચથી છ કલાકથી ઘટીને ત્રણથી સાડા ત્રણ કલાક થશે.
ચેનાબ અને અંજી પુલ ઇજનેરીની અજાયબીઃ ચેનાબ પુલ, જે ૩૫૯ મીટરની ઊંચાઈએ સ્થિત છે, તે વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે. ૧,૩૧૫ મીટર લાંબો આ સ્ટીલનો આર્ચ બ્રિજ ભૂકંપ અને આત્યંતિક હવામાનની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પુલ જમ્મુ અને શ્રીનગર વચ્ચેની રેલ કનેક્ટિવિટીને મજબૂત કરશે, જેનાથી મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. બીજી તરફ, અંજી બ્રિજ ભારતનો પ્રથમ કેબલપ્રસ્ટેડ રેલવે બ્રિજ છે, જે પડકારજનક ભૂપ્રદેશમાં રેલવે સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવશે. આ બંને પુલ વ્યૂહાત્મક અને ઇજનેરીની દૃષ્ટિએ અગ્રણી છે, જે ભારતની ટેકનોલોજીકલ પ્રગતિને દર્શાવે છે.
વડાપ્રધાન મોદી શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી શ્રીનગર અને પરત ફરતી બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેનો રહેવાસીઓ, પ્રવાસીઓ, યાત્રાળુઓ અને અન્ય મુસાફરો માટે ઝડપી, આરામદાયક અને વિશ્વસનીય મુસાફરીનો વિકલ્પ પૂરો પાડશે. શ્રીનગરથી કટરા સુધીની મુસાફરી હવે માત્ર ૩ કલાકમાં પૂર્ણ થશે, જે અગાઉના ૫-૬ કલાકના સમયગાળાને નોંધપાત્ર રીતે ઘટાડશે. ટ્રેન નંબર ૨૬૪૦૪ બુધવાર સિવાય દરરોજ સવારે ૮:૦૦ વાગ્યે શ્રીનગરથી ઉપડશે, ૯:૦૨ વાગ્યે બનિહાલ અને ૧૧:૦૫ વાગ્યે કટરા પહોંચશે. ટ્રેન નંબર ૨૬૪૦૨ મંગળવાર સિવાય બપોરે ૦૨:૦૦ વાગ્યે શ્રીનગરથી ઉપડીને સાંજે ૦૫૦૫ વાગ્યે કટરા પહોંચશે. આ ટ્રેનોમાં AC ચેર કાર અને એક્ઝિકયુટિવ ક્લાસ કોચ હશે, જેનું ભાડું અનુક્રમે ૭૧૫ રૂપિયા અને ૧,૩૨૦ રૂપિયા નક્કી થયું છે. બીજી તરફ, કટરાથી શ્રીનગરની ટ્રેનો (૨૬૪૦૧ અને ૨૬૪૦૩) અઠવાડિયામાં ૬ દિવસ અનુક્રમે સવારે ૮:૧૦ અને બપોરે ૦૨:૫૫ વાગ્યે ઉપડશે, જે શ્રીનગર અનુક્રમે ૧૧:૧૦ અને ૦૬:૦૦ વાગ્યે પહોંચશે. આ ટ્રેનોનું વ્યાપારી સંચાલન ૭ જૂન, ૨૦૨૫થી શરૂ થશે.(૨૩.૪)
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
