<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

સોનામાં ભડકો : ભાવ એક લાખ નજીક :જાણો અમદાવાદ,સુરત, રાજકોટ, દિલ્હી ,મુંબઈ.કોલકતા સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ

જાણો બેગલુરુ , ચેન્નાઇ, હૈદરાબાદ સહિતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટના શું રહ્યા સોનાના ભાવ

નવી દિલ્હી :લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો જાણો  સોનાનો આજનો લેટેસ્ટ ભાવ

   ગઈકાલની સરખામણીમાં ફરી સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 99,670ની આસપાસ પહોંચ્યો છે. ત્યારે ચાલો જાણીએ દેશના મોટા શહેરોમાં આજે સોનું કેટલું મોઘું થયું છે

   શુક્રવાર 5 જૂનના રોજ દિલ્હીમાં 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 91,460 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 99,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો

    જ્યારે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 99,610 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 91,310 પર છે

  ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 99,660 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 91,360 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે

(11:28 AM IST)