News of Friday, 6th June 2025
ભાગેડુ વિજય માલ્યાએ 2008 માં આરસીબીને $112 મિલિયનમાં કેમ ખરીદ્યું ?:પોસ્ટકાસ્ટમાં કર્યો ખુલાસો
વોન્ટેડ ભાગેડુ વિજય માલ્યાએ પોડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તેણે MI સહિત કુલ ત્રણ ફ્રેન્ચાઈઝી માટે બોલી લગાવી હતી

નવી દિલ્હી :ભારતમાં વોન્ટેડ ભાગેડુ વિજય માલ્યાએ એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તેણે મુંબઈ ઇન્ડિયન્સ સહિત કુલ ત્રણ ફ્રેન્ચાઈઝી માટે બોલી લગાવી હતી. જોકે, તેને મુકેશ અંબાણીએ ખરીદી લીધી હતી. વિજય માલ્યાએ આખરે 2008માં RCB ને $112 મિલિયનમાં ખરીદી હતી. તે આ ટીમ દ્વારા પોતાની વ્હિસ્કી બ્રાન્ડનો પ્રચાર કરવા માંગતો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આખરે 18 વર્ષમાં પોતાનું પહેલું IPL ટાઇટલ જીત્યું છે. T20 લીગની 18મી સીઝનની ફાઇનલમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું હતું. 18 વર્ષની આ સફરમાં, RCBમાં ઘણા માર્કી ખેલાડીઓ આવ્યા અને ગયા, પરંતુ એક ખેલાડી જે હંમેશા ટીમ સાથે રહ્યો તે વિરાટ કોહલી છે. ફાઇનલ જીત્યા પછી, વિરાટ કોહલી સાથે બીજી એક વ્યક્તિ ચર્ચામાં આવી અને તે ભાગેડુ વિજય માલ્યા છે, જે ફ્રેન્ચાઇઝીના પહેલા માલિક હતા.
વિજય માલ્યાએ કહ્યું કે, લલિત મોદીએ BCCI સમિતિને આ લીગ વિશે આપેલી સલાહથી હું ખૂબ પ્રભાવિત થયો. તેમણે એક દિવસ મને ફોન કર્યો અને કહ્યું કે ટીમોની હરાજી થવા જઈ રહી છે. શું તમે તેને ખરીદવા માંગો છો? મેં કહ્યું ઠીક છે, મેં ત્રણ ફ્રેન્ચાઇઝી પર બોલી લગાવી અને હું મુંબઈથી ખૂબ જ ઓછી રકમથી હારી ગયો. જ્યારે મેં 2008 માં RCB ફ્રેન્ચાઇઝી માટે બોલી લગાવી, ત્યારે મેં IPL ને ભારતીય ક્રિકેટ માટે ગેમ-ચેન્જર તરીકે જોયું. મારું વિઝન એક એવી ટીમ બનાવવાનું હતું જે બેંગ્લોરની ભાવનાને મૂર્તિમંત કરે. મેં આખરે $112 મિલિયનની બોલી લગાવી, જે બીજી સૌથી મોટી બોલી હતી.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
