News of Friday, 6th June 2025
ચાંદી ૧,૦૭,૦૦૦ ની નવી ટોચે
આજે વધુ ર૦૦૦ રૂા.નો ઉછાળો : સોનામાં ૬૦૦ રૂા.ના ઉછાળા સાથે ભાવ ૧,૦૦,૬૦૦ છેલ્લા ૩ દિવસમાં ચાંદીમાં ૭૦૦૦ રૂા. અને સોનામાં ૧૧૦૦ રૂા. વધ્યા

રાજકોટ, તા., ૬ : બુલીયન માર્કેટમાં ચાંદીમાં તેજીનો તરખાટ યથાવત રહયો છે. આજે વધુ ર૦૦૦ રૂા.ના ઉછાળા સાથે ચાંદીના ભાવ એ ૧,૦૭,૦૦૦ ની નવી ટોચની સપાટી બનાવી છે. સોનામાં પણ ૬૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં આજે વધુ ર૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૦પ,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૦૭,૦૦૦ રૂા. ની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. ગઇકાલે ૪૦૦૦ રૂા.ના ભાવ વધારા બાદ આજે વધુ ર૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. છેલ્લા ૩ દિવસમાં ચાંદીમાં ૭૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે.અમેરીકાની ટેરીફ નીતી અને વૈશ્વિક આર્થીક અસ્થિરતાને પગલે તેમજ ચાંદીની વધતી જતી માંગને કારણે ચાંદીમાં ભાવવધારો થઇ રહયાનું અને આગામી દિવસોમાં ચાંદીમાં હજુ પણ નવી ભાવસપાટી જોવા મળે તો નવાઇ નહિ તેમ જવેરીબજારના સુત્રોએ જણાવ્યું હતું.
ચાંદીની સાથે સોનામાં પણ આજે ૬૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૬૦૦ રૂા.નો ઉછાળો થતા સોનું સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૦૦,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૦૦,૬૦૦ રૂા. થયા હતા. છેલ્લા ૩ દિવસમાં સોનામાં ૧૧૦૦ રૂા.નો ઉછાળો થયો છે. (૪.૩૧)
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
