News of Friday, 6th June 2025
ચાઇનીઝ કાલી માતાઃકલકત્તાના કાલી મંદિરમાં પ્રસાદમાં મોમો અને ચાઇનીઝ નૂડલ્સ ચડાવાય છે

કલકત્તા તા.૬: પヘમિ બંગાળની રાજધાની કલકત્તાના તંગરામાં એક ચીની મંદિર છે જેમાં કાલી માતા બિરાજમાન છે. આ મંદિરને ચીની એટલા માટે કહેવામાં આવે છે કેમ કે અહીં દેવીને પ્રસાદ તરીકે મોમો અને ચાઉમીન મળે છે. ભોગમાં પણ ચાઇનીઝ વ્યંજનો જ ચડાવવામાં આવે છે. તમાંગમાં આવેલા આ મંદિરમાં હિન્દી અને ચાઇનીઝ મિશ્રણની સંસ્કળતિ છે. આ વિસ્તારમાં ૧૮મી સદીના અંતમાં આવેલા ચાઇનીઝ સમુદાયના લોકો રહે છે એટલે અહીં મંદિરના દ્વાર પર ચાઇનીઝ અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં સૂચનાઓ જોવા મળે છે અને લોકો એને ગર્વથી ચાઇનીઝ કાલી મંદિર કહે છે. કાલી માતાની સાથે-સાથે અહીં ચાઇનીઝ ડ્રેગન અને ફીનિક્સ જેવા ચાઇનીઝ દેવતાઓની મૂર્તિ તેમ જ ચાઇનીઝ સજાવટ જોવા મળે છે.
ભક્તો દેવીને પ્રસાદમાં ચાઇનીઝ નૂડલ, ફ્રાઇડ રાઇસ, ચાઉમીન અને મોમોઝ જેવી ચીજો ચડાવે છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
