<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

ડીનો મોરિયાના ઘરે ઇડીના દરોડા : મીઠી નદી કૌભાંડમાં કાર્યવાહી

મુંબઇથી માંડીને કેરળ સુધીના અનેક સ્‍થળોએ તપાસ શરૂ : બીએનસીના કેટલાક અધિકારીઓ અને શિવસેના નેતા આદિત્‍ય ઠાકરેના નજીક મીત્રો પણ સામેલ

મુંબઇ, તા.૬: ફિલ્‍મ હાઉસફુલ ૫ માં જોવા મળતો ડીનો મોરિયા મુશ્‍કેલીમાં છે. એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) એ શુક્રવારે ૬૫ કરોડ રૂપિયાના કથિત મીઠી નદી કૌભાંડ કેસમાં દરોડા પાડ્‍યા હતા, જે અંતર્ગત ડીનો મોરિયાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્‍યા હતા.

આ કેસમાં UBT નેતા આદિત્‍ય ઠાકરેના નજીકના મિત્ર, BMC ના સહાયક ઇજનેર સહિત ઘણા લોકો સંડોવાયેલા છે. આ કેસમાં શુક્રવારે મુંબઈથી કેરળ સુધી ઘણી જગ્‍યાએ દરોડા પાડવામાં આવ્‍યા હતા. ચાલો જાણીએ શું છે મામલો.

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાના જણાવ્‍યા અનુસાર, મીઠી નદી કૌભાંડ કેસમાં ડીનો મોરિયા સામે તપાસ ચાલી રહી છે, આ કેસમાં તેમનું નામ પણ સામે આવ્‍યું છે. આ કેસમાં તેમની અને તેમના ભાઈ સેન્‍ટિનો મોરિયા બંનેની તપાસ ચાલી રહી છે. આ કેસ કથિત રીતે મીઠી નદીમાંથી કાંપ કાઢવામાં પૈસાની છેતરપિંડીના કેસ સાથે સંબંધિત છે.

આ કેસમાં, પોલીસની આર્થિક ગુના શાખાએ BMC અધિકારીઓ સહિત ૧૩ લોકો સામે કેસ નોંધ્‍યો છે. ૬૫ કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં હાલમાં તપાસ ચાલી રહી છે.

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાના જણાવ્‍યા અનુસાર, એવો આરોપ મૂકવામાં આવ્‍યો છે કે ગ્‍પ્‍ઘ્‍ અધિકારીઓ દ્વારા કાંપ કાઢવા માટે એક ખાસ મશીન સપ્‍લાયરને આપવામાં આવેલા કોન્‍ટ્રાક્‍ટમાં મોટી છેતરપિંડી થઈ છે. કોન્‍ટ્રાક્‍ટરોએ મુંબઈની બહાર કાંપ કાઢવા માટે નકલી બિલ બનાવ્‍યા હતા.

આ કેસમાં આરોપીઓ સામે આવા આરોપો લગાવવામાં આવ્‍યા છે. પોલીસની ક્રાઈમ બ્રાન્‍ચે માહિતી આપી હતી કે આ કૌભાંડને કારણે મુંબઈ મહાનગરપાલિકાને ૬૫ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. આ કેસમાં ડીનો મોરિયા અને તેમના ભાઈનું નામ પણ સામે આવ્‍યું છે. હવે તેમની સામે પણ તપાસ ચાલી રહી છે. તેમના ઘરે EDનો દરોડો આ તપાસનો એક ભાગ છે.

(3:05 PM IST)