News of Friday, 6th June 2025
પરમાણુ બોમ્બની ધમકી આપનાર પાકિસ્તાનની ૪૫ ટકા વસ્તી ગરીબ
૧૬ ટકા લોકો અત્યંત ગરીબ છેઃ વિશ્વ બેંક

ન્યુયોર્ક, તા.૬: ૨૦૧૮-૧૯ના સર્વે મુજબ વિશ્વ બેંકે આ વાત કહી છે. બેંકનું કહેવું છે કે ગરીબી રેખાથી ઉપર જીવનધોરણ વધારવાના સંદર્ભમાં પાકિસ્તાનની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. એટલું જ નહીં, છેલ્લા કેટલાક વર્ષોમાં અત્યંત ગરીબીમાં જીવતા પાકિસ્તાનીઓની સંખ્યા ૪.૯ ટકાથી વધીને ૧૬.૫ ટકા થઈ ગઈ છે.
ભારત સાથે વારંવાર પરમાણુ યુદ્ધની ધમકી આપતું પાકિસ્તાન ગરીબી સામેની લડાઈ હારી રહ્યું હોય તેવું લાગે છે. પાકિસ્તાનની લગભગ અડધી વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે. વિશ્વ બેંકના ડેટા મુજબ, પાકિસ્તાનની ૪૫ ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે. આ માહિતી વિશ્વ બેંકના ડેટામાં આપવામાં આવી છે. વિશ્વ બેંકે ૨૦૧૮-૧૯ના સર્વે મુજબ આ વાત કહી છે. બેંકનું કહેવું છે કે ગરીબી રેખાથી ઉપર જીવનધોરણ વધારવાના સંદર્ભમાં પાકિસ્તાનની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. એટલું જ નહીં, છેલ્લા કેટલાક વર્ષોમાં અત્યંત ગરીબીમાં જીવતા પાકિસ્તાનીઓની સંખ્યા ૪.૯ ટકાથી વધીને ૧૬.૫ ટકા થઈ ગઈ છે.
વિશ્વ બેંકે વૈશ્વિક ગરીબી સૂચકાંક અપડેટ કર્યો છે અને તેમાં પાકિસ્તાનની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. તેનું કારણ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનના અર્થતંત્રમાં કોઈ વળદ્ધિ થઈ નથી. વિશ્વ બેંક કહે છે કે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા ૩ ડોલરની માસિક આવક પર આધારિત છે. પાકિસ્તાનમાં ૪૫ ટકા લોકો એવા છે જેમની આવક મહિનામાં ત્રણ ડોલર પણ નથી. આ ઉપરાંત, પાકિસ્તાનમાં અત્યંત ગરીબ પરિવારોની સંખ્યામાં વધારો થવાનું બીજું એક કારણ છે. તે છે આંતરરાષ્ટ્રીય ગરીબી સૂચકાંકમાં ફેરફાર.
પહેલા આંતરરાષ્ટ્રીય ગરીબી સૂચકાંકનું ધોરણ ૨.૧૫ ડોલર હતું, જે હવે વધીને ૩ ડોલર થઈ ગયું છે. પહેલા વિશ્વ બેંકે ઓછી આવક ધરાવતા દેશો એટલે કે LIC માટે માથાદીઠ આવક દર ૨.૧૫ ડોલર નક્કી કર્યો હતો. ત્યારે પાકિસ્તાનના ૪.૯ ટકા લોકોને અત્યંત ગરીબ ગણવામાં આવતા હતા. હવે આ ધોરણ વધીને ૩ ડોલર પ્રતિ દિવસ થઈ ગયું છે. આ સાથે, આ આંકડો હવે ૧૬.૫ પર પહોંચી ગયો છે.
તમને જણાવી દઈએ કે ગરીબી ઉપરાંત, પાકિસ્તાન આરોગ્ય અને શિક્ષણના ધોરણોમાં પણ પાછળ છે. છેલ્લા દોઢ વર્ષમાં પણ પાકિસ્તાનમાં પોલિયોના ૮૧ કેસ મળી આવ્યા છે. આ તે સમય છે જ્યારે વિશ્વના ઘણા દેશો પોલિયો મુક્ત થઈ ગયા છે. તે જ સમયે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં હજુ પણ પોલિયોના કેસ જોવા મળે છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
