<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

બાબા સિદ્દીકી હત્યા કેસના માસ્ટરમાઇન્ડ ઝીશાન અખ્તરની કેનેડામાં ધરપકડ

સિદ્દીકીની હત્યાનો મુખ્ય સૂત્રધાર ઝીશાન અખ્તર જલંધરનો રહેવાસી: શૂટરોએ સિદ્દીકીને ગોળી મારી ત્યારે તે ઘટનાસ્થળે હાજર હતો

મુંબઈમાં બાબા સિદ્દીકીી કરાયેલી હત્યા કેસના માસ્ટરમાઇન્ડ, પંજાબના જલંધરના નાકોદરના રહેવાસી ઝીશાન અખ્તર ઉર્ફે જસ્સી પુરેવાલની કેનેડાના સરેમાં ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તે સ્પષ્ટ નથી કે ભારતીય એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીને કારણે ધરપકડ કરવામાં આવી છે કે નહીં, પરંતુ ઝીશાન અખ્તર હાલમાં કેનેડિયન પોલીસની કસ્ટડીમાં છે.

12 ઓક્ટોબર, 2024 ની રાત્રે, બાબા સિદ્દીકીની તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ ગેંગે હત્યાની જવાબદારી લીધી હતી. ગેંગે દાવો કર્યો હતો કે બાબા સિદ્દીકી બોલિવૂડ સ્ટાર સલમાન ખાનનો નજીકનો વ્યક્તિ હતો. તેથી જ તેની હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ ગેંગને સલમાન ખાન સાથે જૂની દુશ્મની છે. 

   પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સિદ્દીકીની હત્યાનો મુખ્ય સૂત્રધાર ઝીશાન અખ્તર છે, જે જલંધરનો રહેવાસી છે. જ્યારે શૂટરોએ સિદ્દીકીને ગોળી મારી ત્યારે તે ઘટનાસ્થળે હાજર હતો. હત્યા બાદ તે વિદેશ ભાગી ગયો હતો. ત્યારબાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટીએ તેને ભાગવામાં મદદ કરી હતી. તાજેતરમાં, લોરેન્સ ગેંગે ઝીશાનથી દૂરી બનાવી હતી અને તેને મારી નાખવાની ધમકી આપી હતી.

(7:50 PM IST)