<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

લગ્નની આગલી રાત્રે વરરાજાનું હાર્ટએટેકથી મોત :ગરબા પુરા થતા બાથરૂમમાં ગયો અને છાતી પર હાથ પકડીને ઢળી પડ્યો !

સવારથી ઢોલ અને શરણાઈના સુર ગુંજતા હતા, ત્યાં રાતે પરિવારની રોક્કળથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું

મુંબઈમાં મૂળ અરવલ્લી જિલ્લાના મેઘરજની નજીક રાજસ્થાનના ધંબોલા ગામના અને વર્ષોથી કામ અર્થે મુંબઈ સ્થાયી થયેલા પંડ્યા પરિવારના પુત્રનું લગ્નની આગલી રાતે હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મેઘરજને અડીને આવેલા ધંબોલા ગામના ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના મુકુન્દભાઈ પંડ્યા વર્ષોથી પરિવાર સાથે મુંબઈના દહીસરમાં સ્થાયી થયા છે. જેમાં બે પુત્રો પૈકી ચિંતનના ગત 4 જૂનના રોજ મુંબઈમાં જ લગ્ન લેવાયા હતા. જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ, માલપુરથી મોટી સંખ્યામાં સગા-સબંધીઓ મુંબઈ પહોંચ્યા હતા.

લગ્નની આગલી રાતે એટલે કે 3 જૂનના રોજ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં વરરાજા ચિંતન રાતે 11 વાગ્યા સુધી પરિવાર અને મિત્રો સાથે ગરબે ઘૂમ્યો હતો. ગરબા પૂરા થયા પછી ચિંતન બાથરૂમમાં ગયો, તે સાથે જ છાતી પર હાથ પકડીને ઢળી પડ્યો હતો. બાથરૂમમાંથી અવાજ આવતા બહાર રહેલા ઘરના સભ્યો દોડ્યા હતા. જો કે ચિંતનને સારવાર અર્થે ખસેડે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતુ.

લગ્નની આગલી રાતે જ વરરાજાનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. જ્યાં સવારથી ઢોલ અને શરણાઈના સુર ગુંજતા હતા, ત્યાં રાતે પરિવારની રોક્કળથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતુ.

(8:36 PM IST)