News of Saturday, 7th June 2025
પાકિસ્તાનના જાસૂસી રેકેટનો વધુ એક માસ્ટરમાઇન્ડ:જાણો કોણ છે પૂર્વ SI નાસિર: જેનું જસબીર સિંહે લીધું હતું નામ
જાસૂસીના આરોપસર ધરપકડ કરાયેલા જસબીર સિંહની પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો થયો:પાકિસ્તાનના પૂર્વ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર નાસિર ઢિલ્લોન જાસૂસી રેકેટનો માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું

નવી દિલ્હી :ઓપરેશન સિંદૂર બાદ જાસૂસીના આરોપસર પંજાબથી ધરપકડ કરાયેલા જસબીર સિંહે પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. જસબીર સિંહે ખુલાસો કર્યો છે કે પાકિસ્તાનમાં પોલીસ વિભાગનો એક ભૂતપૂર્વ સબ-ઇન્સ્પેક્ટર જાસૂસી રેકેટનો બીજો માસ્ટરમાઇન્ડ છે. પાકિસ્તાન પોલીસના ભૂતપૂર્વ સબ-ઇન્સ્પેક્ટરનું નામ નાસિર ઢિલ્લોન છે. નાસિર ઢિલ્લોન જ જસબીરને લાહોરમાં પાકિસ્તાન ISI ના અધિકારીઓ સાથે પરિચય કરાવતો હતો.
નાસિર ઢિલ્લોન હવે વ્યવસાયે પાકિસ્તાની યુટ્યુબર છે. તે જ્યોતિ મલ્હોત્રાને પણ ઓળખે છે. જસબીર અને જ્યોતિ મલ્હોત્રા લાહોરમાં 10 દિવસ સાથે રહ્યા હતા. નાસિર ઢિલ્લોન પાકિસ્તાનની મુલાકાતે આવતા ભારતીય યુટ્યુબર્સને દાનિશ સાથે પણ જોડતો હતો. પછી દાનિશ તેમને જાસૂસીના કાર્યો સોંપતો હતો અને દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં મહેમાન તરીકે આમંત્રણ આપતો હતો.
નાસિરે જ પાકિસ્તાનમાં દાનિશ સાથે જસબીરની મુલાકાત પણ ગોઠવી હતી. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે પાકિસ્તાન પોલીસના ઘણા ભૂતપૂર્વ પોલીસકર્મીઓ એક જાસૂસી રેકેટનો ભાગ છે જે ભારતીય યુટ્યુબર્સને નિશાન બનાવી રહ્યું છે. જસબીર સિંહ વિશે વાત કરીએ તો, પંજાબ પોલીસે રૂપનગરથી તેની ધરપકડ કરી હતી.
જસબીર 'જાન મહલ' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. તે હરિયાણાથી ધરપકડ કરાયેલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના પણ સંપર્કમાં હતો. જસબીર પાકિસ્તાન ગુપ્તચર એજન્સીના ગુપ્તચર અધિકારી શાકીરના સંપર્કમાં હતો. તે ત્રણ વખત પાકિસ્તાન ગયો છે. તેના મોબાઇલમાંથી ઘણા પાકિસ્તાની નંબર મળી આવ્યા છે.
જસબીરે પાકિસ્તાન દૂતાવાસના કર્મચારી દાનિશના આમંત્રણ પર પાકિસ્તાન રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી, જે દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસમાં યોજાઈ હતી. પંજાબ ડીજીપીએ એક પોસ્ટમાં કહ્યું હતું કે ઝડપી કાર્યવાહીમાં, સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ મોહાલીએ મહાલન રૂપનગર ગામના રહેવાસી જસબીર સિંહ સાથે જોડાયેલા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
