<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

અમેરિકાના કૉન્સ્યુલેટ દ્વારા સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલ સિરીઝનો સમારોહ યોજાયો

ઇવેન્ટમાં સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક જગતના આગેવાનોએ હાજરી આપી : યુ.એસ.-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવીનતા અને સહયોગના માર્ગને આગળ વધારવા મુખ્ય ઉદેશ્ય

અમેરિકાના કૉન્સ્યુલેટ જનરલ મુંબઈ અને IACC દ્વારા  જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝનો સમારોહ યોજાયો. અમેરિકા અને ભારત વચ્ચેની ટેકનૉલોજી સહભાગિતા મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ મુંબઈ, ઈન્ડો-અમેરિકન ચેમ્બર્સ ઑફ કૉમર્સ (IACC) અને શારદુલ અમરચંદ મંગલદાસ એન્ડ કં. (SAM)ના સહયોગથી આયોજિત ચાર શહેરોની સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝનો અંતિમ સમારંભ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો.   આ મહત્ત્વના ઇવેન્ટમાં સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક જગતના આગેવાનોએ હાજરી આપી હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ યુ.એસ.-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવીનતા અને સહયોગના માર્ગને આગળ વધારવાનો રહ્યો  

અંતિમ સમારંભમાં યુ.એસ. કોન્સ્યુલ જનરલ માઇક હેન્કી અને ઑફિસ ઑફ સ્પેશિયલ એન્વોય ફૉર ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (S/TECH) ના સીનિયર એડવાઈઝર જેરેડ મોન્ડશેઇનએ સુરક્ષિત અને સ્થિર સપ્લાય ચેઇનના મહત્વ પર ભાર મૂક્યો. તેઓએ જણાવ્યું કે, આ રાઉન્ડટેબલ TRUST પહેલને મજબૂત બનાવે છે, જેનું શુભારંભ 2025ના ફેબ્રુઆરીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદીએ કર્યું હતું.

માઈક હેન્કીએ કહ્યું, “સેમિકન્ડક્ટર ઉદ્યોગ વૈશ્વિક નવીનતાના ભવિષ્યમાં કેન્દ્રસ્થાન ધરાવે છે અને ભારત—વિશેષ કરીને પશ્ચિમ ભારત—એ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ રાઉન્ડટેબલને કારણે સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચે જરૂરી સંવાદ શક્ય બન્યો છે.”

આ ઉપરાંત, જેરેડ મોન્ડશેઇને ઈન્ડસ્ટ્રી લીડરો સાથે ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ, સપ્લાય ચેઇન રીઝિલિયન્સ અને TRUST હેઠળ બનાવાયેલા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડમૅપના અમલ અંગે પણ ચર્ચાઓ કરી. તેઓએ જણાવ્યું, “અમારું મુખ્ય લક્ષ્ય TRUST પહેલના વિવિધ ટૅક સેક્ટર્સમાં ઉપયોગી અમલ લાવવાનું છે. પશ્ચિમ ભારતમાં થયેલા સંવાદ ભવિષ્યના ટૅક સહયોગ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.”

TRUST હેઠળ શરૂ થયેલો AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોડમૅપ ભારત અને અમેરિકા વચ્ચે AI ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગ અને યુ.એસ. કંપનીઓના મોટા રોકાણને પ્રોત્સાહન આપે છે. આ પહેલ દ્વારા અમેરિકા ભારતનો “AI પાર્ટનર ઑફ ચોઇસ” બનવા માટે પ્રતિબદ્ધ છે.

 

(12:07 AM IST)