<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

પ્રેમી સાથે વાત કરવા બદલ માતાએ પુત્રીની હત્‍યા કરી ધડ અને માથું અલગ- અલગ ફેંકયું

મેરઠમાં ઓનર કિલિંગની એક ભયાનક ઘટના બની : ગુસ્‍સે ભરાયેલી માતાએ તેના બે સગીર પુત્રો અને તેના પિયર વાળા સાથે મળીને તેની પુત્રીનું ગળું કાપીને હત્‍યા કરી

મેરઠ તા.૭: મેરઠમાં ઓનર કિલિંગની એક ભયાનક ઘટના બની છે. અહીં, એક ગુસ્‍સે ભરાયેલી માતાએ તેના બે સગીર પુત્રો અને તેના પિયર વાળા સાથે મળીને તેની પુત્રીનું ગળું કાપીને હત્‍યા કરી દીધી, જ્‍યારે તે તેના બૉયફ્રેન્‍ડ સાથે વાત કરી રહી હતી. માતાએ તેના હાથ પકડી રાખ્‍યા હતા અને પિતરાઈ ભાઈઓએ તીક્ષ્ણ હથિયારથી તેનું ગળું કાપી નાખ્‍યું હતું.

મળતદેહનો નિકાલ કરવા માટે, તે બે અલગ-અલગ કારમાં માથું અને ધડ લઈ ગયા. તેમણે ઘરથી ૧૩ કિમી દૂર બહાદુરપુર નહેરમાં ધડ ફેંકી દીધું. પછી તેઓએ ત્‍યાંથી ૧૦ કિમી દૂર જાની ગંગા નહેરમાં માથું ફેંકી દીધું. બીજા દિવસે જ્‍યારે લોકોએ લાશ જોઈ, ત્‍યારે લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે માથા વગરના મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યો. શબઘરમાં, છોકરીના સલવારના ખિસ્‍સામાંથી એક ચિટ્‍ઠી મળી, જેના પર મોબાઇલ નંબર લખેલો હતો.

પોલીસે આ મોબાઇલ નંબરની તપાસ કરી અને દૌરાલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના દાદરી ગામ પહોંચી. અહીં મળતદેહની ઓળખ આસ્‍થા ઉર્ફે તનિષ્‍કા (૧૭) તરીકે થઈ. જ્‍યારે પોલીસ છોકરીના ઘરે પહોંચી ત્‍યારે તેની માતાએ તેમને કહ્યું કે તે બુધવારથી ગુમ છે. પોલીસને શંકા ગઈ. જ્‍યારે પોલીસે માતા અને સગીર ભાઈઓને કસ્‍ટડીમાં લીધા અને કડક પૂછપરછ કરી, ત્‍યારે માતાએ ગુનો કબૂલ્‍યો.

આ પછી, પોલીસે છોકરીના બે મામા અને પિતરાઈ ભાઈઓને કસ્‍ટડીમાં લીધા. છોકરીનું કપાયેલું માથું હજી સુધી મળ્‍યું નથી. છોકરીના પિતા રમેશ છત્તીસગઢમાં CRPFમાં તૈનાત છે. આ મામલો પરતાપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારનો છે.

ચિઠ્ઠીમાં લખ્‍યો હતો પ્રેમીનો મોબાઇલ નંબર

ગુરુવારે સવારે ગ્રામજનોએ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં બહાદુરપુરથી પૂથ તરફ જતી નહેરમાં યુવતીનો માથા વગરનો મળતદેહ જોયો. પોલીસે તેની ઓળખ માટે સોશિયલ મીડિયા પર મળતદેહના ફોટા પણ મોકલ્‍યા. મળતદેહના સલવારના ખિસ્‍સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેના પર મોબાઇલ નંબર લખેલો હતો. જ્‍યારે પોલીસે તે મોબાઇલ પર ફોન કર્યો ત્‍યારે તે નાંગલી ગામના અમન ઉર્ફે ગોલુનો નંબર હોવાની જાણ થઈ.

જ્‍યારે પોલીસે ફોન કર્યો ત્‍યારે અમન પહેલા તો કંઈ સમજી શકયો નહીં. જ્‍યારે પોલીસે તેને છોકરી વિશે જણાવ્‍યું ત્‍યારે તેણે કહ્યું કે વિદ્યાર્થીનું નામ આસ્‍થા ઉર્ફે તનિષ્‍કા છે. તે દાદરી ગામની રહેવાસી છે. તે ૧૨મા ધોરણમાં અભ્‍યાસ કરતી હતી. મારો તેની સાથે અફેર હતો. આ આધારે પોલીસ વિદ્યાર્થીના ઘરે પહોંચી અને સમગ્ર મામલો બહાર આવ્‍યો.

આરોપીઓ કારમાં વિદ્યાર્થી આસ્‍થાના મળતદેહને લઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કાર કબજે કરી છે. ફોરેન્‍સિક ટીમે કારમાંથી પુરાવા એકત્રિત કર્યા છે.

માતાએ કહ્યું કે તે તેના બોયફ્રેન્‍ડ સાથે વાત કરી રહી હતી, તેથી તેણે તેની હત્‍યા કરી દીધી. પોલીસે વિદ્યાર્થીની માતા રાકેશ દેવી અને તેના બે સગીર ભાઈઓ (૧૪ અને ૧૧ વર્ષના) ને કસ્‍ટડીમાં લીધા. જ્‍યારે પોલીસે આસ્‍થાના મળતદેહનો ફોટો બતાવ્‍યો, ત્‍યારે પરિવારે તેની ઓળખ કરવાનો ઇનકાર કર્યો. જ્‍યારે પોલીસે તેની કડક પૂછપરછ કરી, ત્‍યારે માતાએ પોતાનો ગુનો કબૂલ્‍યો. તેણે જણાવ્‍યું કે બુધવારે બપોરે, તનિષ્‍કા તેના બોયફ્રેન્‍ડ સાથે મોબાઇલ પર વાત કરી રહી હતી.

મેં તેનો ફોન છીનવી લીધો. અમારી વચ્‍ચે ઝપાઝપી પણ થઈ. પછી મેં મહેરૌલીમાં રહેતી મારા માતાના ઘરેથી મારા ભાઈ અને ભત્રીજાઓને ફોન કર્યા. મેં આસ્‍થાના હાથ પકડ્‍યા અને મારા ભત્રીજાઓએ તેનું ગરદન કાપી નાખ્‍યું.

પોલીસ ગંગ કેનાલમાં છોકરીનું માથું શોધતી રહી

એસએસપી ડો. વિપિન તાડાએ જણાવ્‍યું હતું કે, પિતરાઈ ભાઈ મનજીત ઉર્ફે મોનુના નિર્દેશ પર, ગુરુવારે મોડી રાત સુધી આસ્‍થાના કપાયેલા માથાની શોધ ચાલુ રહી. શુક્રવારે પણ શોધ ચાલુ રાખી છે. પોલીસની એક ટીમ મોનુને લઈને જાની ગંગ કેનાલ નજીક પહોંચી હતી.

પોલીસે આસ્‍થાની માતા, બે સગીર ભાઈઓ, મામા કમલ અને સમરપાલ સિંહ, મામાના ભાઈ મનજીતને કસ્‍ટડીમાં લીધા છે. પિતરાઈ ભાઈ ગૌરવની શોધ ચાલુ છે.

પોલીસે એક કાર જપ્ત કરી છે જેમાં ધડ લઈ જવામાં આવ્‍યું હતું. પોલીસે જણાવ્‍યું હતું કે વિદ્યાર્થીના પિતા રમેશની સંડોવણીની પણ તપાસ કરવામાં આવી રહી છે. આસ્‍થા બારમા ધોરણમાં ભણતી હતી. તે એક વર્ષથી અમન સાથે પ્રેમમાં હતી. બંને કોલેજની બહાર વારંવાર મળતા અને સાથે ઘરે જતા.

એક વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો પોલીસના જણાવ્‍યા અનુસાર, આસ્‍થા ત્રણ બાળકોમાં સૌથી મોટી હતી. તે સકૌટી ગામની સૂરજમલ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી હતી. એક વર્ષ પહેલા ફેસબુક પર તેની મિત્રતા નાંગલી ગામના રહેવાસી અમન સાથે થઈ હતી. તે બી.એ.નો અભ્‍યાસ કરી રહ્યો છે. થોડા દિવસો પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. બંને ગુપ્ત રીતે મળવા લાગ્‍યા.

બંનેએ લગ્નની વાત કરી. ૨૮ મેના રોજ, અમન આસ્‍થાને મળવા તેના ઘરે પહોંચ્‍યો. પરિવારના સભ્‍યોએ તેમને જોયા. પરિવારના સભ્‍યોએ છોકરીને ધમકી આપી કે તે હવે તેને ન મળે. પરંતુ આસ્‍થે કહ્યું કે તે અમન સાથે લગ્ન કરશે. પરિવાર આનાથી ગુસ્‍સે હતો. તેથી, પરિવારે મળીને તેની હત્‍યા કરી.(૩૮.૪)

(9:40 AM IST)