News of Saturday, 7th June 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
કેબિનેટમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરસર,ધારાસભ્યો ઉપસ્થિત

જામનગર :; જામનગર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવા પધારેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સ્વાગતમાં કેબિનેટમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરસર,ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
