<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

સોનામાં વધુ ૯૦૦ રૂા. તૂટયા

બે દિ'માં ર૦૦૦ રૂા.નો ઘટાડોઃ સોનાએ ૧ લાખની સપાટી ગુમાવતા ભાવ ૯૯,૧૦૦ રૂા. થયા : ચાંદીમાં ૭૦૦ રૂા. ઘટયા

 

 

રાજકોટ, તા., ૭:  બુલીયન માર્કેટમાં સોનામાં સતત બીજા દિવસે ઘટાડો થતા સોનાના ભાવએ ૧ લાખની સપાટી ગુમાવી દીધી છે. ચાંદીમાં પણ ૭૦૦ રૂા.નો ઘટાડો થયો છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ગત મોડી રાત્રે વધુ ૯૦૦ રૂા.નું ગાબડુ પડયું હતું. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૦૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૯૯,૧૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૦,૦૦,૦૦૦ હતા તે  ૯૦૦૦ ઘટીને ૯,૯૧,૦૦૦ રૂા. થયા છે. છેલ્‍લા બે દિવસમાં  સોનામાં ર૦૦૦ રૂા.નો કડાકો થયો છે. બે દિ' પહેલા સોનાના ભાવ વધીને ૧,૦૧,૦૦૦ રૂા. હતા  તે ઘટીને ૯૯ઁ,૧૦૦ રૂા. થઇ ગયા છે.

સોનાની સાથે ચાંદીના ભાવો પણ તૂટયા હતા. ગઇકાલે ચાંદીના ભાવ (૧ કિલો)  ૧,૦૮,ર૦૦ રૂા.ની ટોચની સપાટી બનાવ્‍યા બાદ ૭૦૦ રૂા. ઘટતા ચાંદીના ભાવ ઘટીને ૧,૦૭,પ૦૦ રૂા. થઇ ગયા છે. (૪.૨૩)

(2:19 PM IST)