<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

વ્યક્તિગત હુમલાથી રાષ્ટ્રહિતને નુકસાન :ઓપરેશન સિંદૂર પર કોંગ્રેસની ટિપ્પણીને લઈને જાણો શું છે જનતાનો મૂડ : સર્વેના ચોંકાવનારા પરિણામ

જનતા રાષ્ટ્રીય સુરક્ષા અને સશસ્ત્ર દળોના મુદ્દા પર કડક વલણ ધરાવે છે અને રાજકારણમાં વ્યક્તિગત હુમલાને યોગ્ય માનતી નથી.

નવી દિલ્હી: નરેંદર સરેંડર ટિપ્પણીને લઈને થઈ રહેલા રાજકીય હોબાળાની વચ્ચે ન્યૂઝ 18એ જનતાનો મૂડ જાણવા માટે Snap Poll કરાવ્યો છે. આ સર્વે 6 અને 7 મે 2025ના રોજ બે દિવસ ચાલ્યો હતો. આ પોલમાં કૂલ 14671 લોકોએ ભાગ લીધો. પોલને ન્યૂઝ 18ની વેબસાઈટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ટીવી ચેનલો પર QR કોડ દ્વારા કરાવવામાં આવ્યો હતો. સ્ટેટ ઓફ ધ આર્ટ પોલિંગ સોફ્ટવેર દ્વારા પ્રતિક્રિયાઓ એકઠી કરવામાં આવી છે.

પહેલો સવાલ: શું કોંગ્રેસની નરેંદર સરેંડર જેવી ટિપ્પણી યોગ્ય છે? તો 87.55 લોકોએ કહ્યું કે નહીં. ખાલી 12.45 ટકા લોકોએ તેને યોગ્ય માન્યું. એટલે કે મોટી સંખ્યામાં જનતા આ ટિપ્પણીને નાપસંદ કરે છે.

બીજો સવાલ: શું પ્રધાનમંત્રી પર આ પ્રકારના વ્યક્તિગત હુમલા રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડે છે?અહીં 75.65 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો. ખાલી 24.35 ટકાએ નહીં કહ્યું. સ્પષ્ટ છે કે, 3/4થી વધારે લોકો માને છે કે, આવા નિવેદન રાષ્ટ્રહતિની વિરુદ્ધ છે.

ત્રીજો સવાલ: શું તમે માનો છો કે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર હંમેશા મજબૂત વલણ અપનાવ્યું છે? અહીં 88.06 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો, ખાલી 11.94 ટકા લોકોએ નહીંમાં ઉત્તર આપ્યો. તેનો મતલબ એ છે કે જનતાનો મોટો ભાગ પીએમ મોદીને રાષ્ટ્રીય સુરક્ષા પર મજબૂત નેતા માને છે.

ચોથો સવાલ: શું કોંગ્રેસે આ પ્રકારની ટિપ્પણી કરી સશસ્ત્ર દળોનું સન્માન કર્યું છે? આ સવાલ પર 86.27 ટકા લોકોએ નહીં કહ્યુ. ખાલી 13.73 ટકાએ હાલ કહ્યું. એટલે કે મોટા ભાગના લોકો માને છે કે કોંગ્રેસની ટિપ્પણીથી સેનાનું અપમાન થયું છે.

પાંચમો સવાલ: શું તમે માનો છો કે નેહરુ-આયૂબ ખાન દ્વારા કરવામાં આવેલી સિંધ જળ સંધિ રાષ્ટ્રીય હિત વિરુદ્ધ હતી? તેના પ 83.38 ટકાએ હામાં જવાબ આપ્યો. 16.62 ટકાએ નહીંમાં જવાબ આપ્યો.

આ સ્નેપ પોલથી સ્પષ્ટ સંકેત મળે છે કે જનતાને નરેંદર સરેંડર જેવી ટિપ્પણી પસંદ નથી આવી. 3/4થી વધારે લોકો માને છે કે આ પ્રકારના નિવેદન રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડે છે. પીએમ મોદીને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર મજબૂત નેતા તરીકે જનતા જુએ છે. કોંગ્રેસની ટિપ્પણીને લઈને સેનાના સન્માનના સવાલ પણ જનતાને મનમાં ઉઠ્યા છે. સિંધૂ જળ સંધિને લઈને પણ ભારે અસંતોષ દેખાયો. News18 Snap Pollના આંકડા જણાવે છે કે, નજતાની મોટી વસ્તી રાષ્ટ્રીય સુરક્ષા અને સશસ્ત્ર દળોના મુદ્દા પર કડક વલણ ધરાવે છે અને રાજકારણમાં વ્યક્તિગત હુમલાને યોગ્ય માનતી નથી. 

(8:31 PM IST)