<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

દેશના પાટનગરમાં માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી અતિ ક્રૂર હત્યા કરી

દિલ્હીમાં ફરી એકવાર શરમજનક ઘટના બની. પાટનગરના દયાલપુર વિસ્તારમાં ૯ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર આચરી તેની હત્યા કરી ક્રૂર નરાધમે બાળકીને લોહીથી લથબથ હાલતમાં સૂટકેસમાં પૂરીને ફેંકી દીધી હતી. હત્યારા નરાધમને પકડી પાડવા માટે પોલીસે અડધો ડઝન ટીમ દોડાવી છે.

બે કલાક સુધી આ માસૂમ બાળકી સૂટકેસમાં પૂરાઈ રહી હોવાને કારણે મૃત્યુ પામી ગઇ હતી. બાળકી તેની મોટી મમ્મીને ત્યાં બરફ પહોંચાડવા ગઇ હતી. બે કલાકે પણ પાછી ન આવતા તેના માતા-પિતાએ તેને શોધવાનું શરૂ કર્યું. 

બાળકી તેમના ઘરથી દૂર ૨૦૦ મીટરના અંતરે બનેલા ફ્લેટ તરફ જતી દેખાઈ હતી. પિતાએ ફ્લેટનું તાળું તોડ્યું તે હચમચી ગયા. બાળકી એક સૂટકેસમાં બેભાન પડી હતી. તેના શરીર પર વસ્ત્રો પણ નહોતાં. હોસ્પિટલ લઈ જવામાં આવતા મૃત જાહેર કરાયેલ.

(9:57 AM IST)