તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 8th June 2025
મણિપુરમાં કાનૂનવ્યવસ્થાની સ્થિતિ વણસી: પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ પાંચ દિવસ માટે સસ્પેન્ડ

ઇમ્ફાલ, શનિવાર: મણિપુરમાં કાનૂનવ્યવસ્થાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સઘન પગલાં લેવામાં આવ્યા છે. મેઇતેઇ સમુદાયના એક નેતાની ધરપકડ બાદ શનિવારે મોડી રાતથી ઇમ્ફાલ, થૌબલ, કાંકચિંગ અને વિષ્ણુપુર સહિત પાંચ જિલ્લામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
VSAT અને VPN સેવાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય અફવાઓ અને ખોટી માહિતીના પ્રસારને રોકવા તેમજ હિંસક ઘટનાઓ અટકાવવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે.
સૂત્રો અનુસાર, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને બલ્ક મેસેજિંગનો ઉપયોગ ટોળાને ઉશ્કેરવા અને હિંસા ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે જાહેર સલામતી જોખમમાં હતી. આ ઘટનાક્રમ મણિપુરમાં અશાંતિનો વધુ એક તબક્કો સૂચવે છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
