<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

સિંધુ જળ સંધિ પર રોકથી પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને બકવાસ ઉપડ્યો: ભારતને યુદ્ધની ગીદડ ધમકી !

ઇસ્લામાબાદ/નવી દિલ્હી: સિંધુ જળ સંધિ  પર ભારત દ્વારા સંભવિત રોક લગાવવાના સંકેતોથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આ મુદ્દે ભારતને ખુલ્લી ધમકી આપી છે. તેમણે જણાવ્યું છે કે, "જો ભારત સિંધુ જળ સંધિનો ભંગ કરશે, તો તે પાકિસ્તાન માટે 'યુદ્ધનું કારણ' બનશે." 

 

આસિફે વધુમાં કહ્યું કે, "પાકિસ્તાન કોઈ પણ સ્થિતિમાં પાણી માટે સમજૂતી નહીં કરે અને જો ભારત સંધિનું ઉલ્લંઘન કરશે, તો પાકિસ્તાન કાયદેસર અને યોગ્ય રીતે જવાબ આપશે."

 

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલાં ભરવાનું શરૂ કર્યું છે. 

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, "લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં." ભારતીય વિદેશ મંત્રાલયે પણ સિંધુ જળ સંધિની સમીક્ષા કરવાનો ઈશારો કર્યો છે. 

 

આ સંધિ ૧૯૬૦માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી, જેમાં સિંધુ નદી પ્રણાલીના પાણીની વહેંચણી કરવામાં આવી છે.

 

પાકિસ્તાનની આ 'ગીદડ ભભકી' ભારતની મક્કમ નીતિ સામે તેની હતાશા દર્શાવે છે.

(11:52 AM IST)