<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

પિનાકી મિશ્રા અને મહુઆ મોઇત્રાનો વાયરલ થયો ડાન્સનો વીડિયો : જુઓ વિડીયો

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ૫૦ વર્ષના મહુઆ મોઇત્રાએ ભૂતપૂર્વ બીજુ જનતા દળના સાંસદ ૬૫ વર્ષના પિનાકી મિશ્રા સાથે જર્મનીમાં ૩૦ મેના રોજ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. લગ્નની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો દ્વારા સામે આવી છે, જેમાં મહુઆ મોઇત્રા તેમના પતિ પિનાકી મિશ્રા સાથે ખુશી ખુશી ડાન્સ કરતા જોવા મળે છે.

મળતી માહિતી મુજબ, આ લગ્ન સમારોહ ૩૦ મે, ૨૦૨૫ ના રોજ જર્મનીમાં યોજાયો હતો. આ લગ્ન અત્યંત ખાનગી રાખવામાં આવ્યા હતા અને તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. જોકે, મહુઆ મોઇત્રાએ પોતે તેમના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ડાન્સ વીડિયો શેર કર્યો હતો, જે બાદમાં વાયરલ થઈ ગયો.

વીડિયોમાં મહુઆ મોઇત્રા અને પિનાકી મિશ્રા લગ્નના પોશાકમાં આનંદભેર નૃત્ય કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અનેક લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મહુઆ મોઇત્રા પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરથી બે વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે પિનાકી મિશ્રા ઓડિશાના પુરીથી ચાર વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ છે. આ બંનેના લગ્નની ખબરથી રાજકીય વર્તુળોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. કોંગ્રેસ નેતા શશિ થરૂર સહિત અનેક રાજકીય હસ્તીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

(1:06 PM IST)