<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

શ્રીનગરમાં જામા મસ્જિદ ૭મા વર્ષે પણ બંધ: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી વચ્ચે શાબ્દિક યુદ્ધ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિના દાવાઓ વચ્ચે શ્રીનગરની ઐતિહાસિક જામા મસ્જિદ સતત ૭મા વર્ષે પણ બંધ રાખવામાં આવી છે. 

આ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, "આપણે આપણા લોકો પર ભરોસો કરવો પડશે અને તેમને ધાર્મિક સ્વતંત્રતા આપવી પડશે." બીજી તરફ, મહેબૂબા મુફ્તીએ સવાલ કર્યો કે, "જો કાશ્મીરમાં બધું બરાબર છે, તો પછી મસ્જિદ પર તાળા શા માટે છે?" 

આ ઘટના દર્શાવે છે કે, કાશ્મીરમાં હજુ પણ સંપૂર્ણપણે સામાન્ય સ્થિતિ પ્રવર્તી રહી નથી અને ધાર્મિક સ્થળો પર પ્રતિબંધો ચાલુ છે.

(2:36 PM IST)