<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

ઈન્દોર દંપતી રાજા-સોનમ કેસમાં નવો ખુલાસો: ૨૩ મેના રોજ ત્રણ યુવકો કપલની સાથે જોવા મળ્યા હતા, તે કોણ ?

ઈન્દોર: ઈન્દોરના રાજા-સોનમ દંપતીના રહસ્યમય ગુમ થવા, રાજાની હત્યા અને ત્યારબાદના ખુલાસાઓમાં નવો વળાંક આવ્યો છે. 

આ કેસમાં એક નવા ખુલાસા મુજબ, ૨૩ મેના રોજ રાજા અને સોનમ બંને ત્રણ અન્ય યુવકો સાથે જોવા મળ્યા હતા. ગાઇડે જણાવ્યું કે, "ચાર યુવકો આગળ ચાલી રહ્યા હતા અને સોનમ પાછળ ચાલી રહી હતી." 

આ ખુલાસાથી કેસ વધુ જટિલ બન્યો છે અને પોલીસ તપાસને નવી દિશા મળી છે. પોલીસ હવે આ ત્રણ યુવકોની ઓળખ અને તેમની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે. આ ઘટના પાછળનું રહસ્ય ઘેરું બની રહ્યું છે.

(2:37 PM IST)