તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 8th June 2025
આઈએસઆઈ એજન્ટ સાથે જ્યોતિના પોડકાસ્ટથી ખળભળાટ: ઓપરેશન સિંદૂરથી ૨૪ દિવસ પહેલાં પાકિસ્તાન પ્રવાસ અંગે વાત

નવી દિલ્હી: ભારતીય યુવતી જ્યોતિના એક પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા (આઈએસઆઈ)ના એજન્ટ સાથેના પોડકાસ્ટને લઈને ખળભળાટ મચી ગયો છે.
ચોંકાવનારો ખુલાસો થયો છે કે, "ઓપરેશન સિંદૂર"ના ૨૪ દિવસ પહેલાં જ્યોતિએ આ પોડકાસ્ટમાં કહ્યું હતું કે, "મારી કોશિશ છે કે, વધુમાં વધુ હિન્દુઓ પાકિસ્તાન ફરવા જાય."
આ નિવેદન તેની શંકાસ્પદ ભૂમિકા તરફ ઈશારો કરે છે. ગુપ્તચર એજન્સીઓ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે અને જ્યોતિની પાકિસ્તાની એજન્ટ સાથેની કડીઓ શોધી રહી છે.
આ ઘટના રાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાનો વિષય બની છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
