<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

દેશને પોતાની સુરક્ષાના મામલે આત્મનિર્ભર થવું પડશે: મોહન ભાગવતજી

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે દેશની સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "દેશને પોતાની સુરક્ષાના મામલે આત્મનિર્ભર થવું પડશે." 

ભાગવતે સંકેત આપ્યો કે, ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતને સંરક્ષણ ક્ષેત્રે સંપૂર્ણપણે સ્વતંત્ર બનવું પડશે અને અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડવી પડશે. 

આ નિવેદન 'આત્મનિર્ભર ભારત'ના વડાપ્રધાનના વિઝનને વધુ મજબૂત બનાવે છે અને સંરક્ષણ ઉત્પાદનમાં સ્વદેશીકરણના મહત્વ પર ભાર મૂકે છે.

(2:43 PM IST)