<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

૩૧ બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલાશે: દિલ્હી પોલીસે પ્રક્રિયા શરૂ કરી

નવી દિલ્હી: દિલ્હી પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા ૩૧ બાંગ્લાદેશી નાગરિકોને તેમના વતન પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ નાગરિકોને દિલ્હીના વિવિધ વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા હતા અને તેમની પાસે ભારતમાં રહેવા માટે કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા. 

પોલીસે જણાવ્યું કે, આ પ્રક્રિયા ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી ચાલુ રહેશે.

(2:48 PM IST)