<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

શેરગઢ અને ભેંસરોડગઢ સેન્ચ્યુરીમાં ૫ કરોડના ખર્ચે હર્બીવોર બ્રિડિંગ સેન્ટર બનશે

કોટા: રાજસ્થાનના કોટા નજીક આવેલા શેરગઢ અને ભેંસરોડગઢ અભયારણ્યમાં વન્યજીવ સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે. અહીં ૫ કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય હર્બીવોર બ્રિડિંગ સેન્ટર (શાકાહારી પ્રાણી પ્રજનન કેન્દ્ર) બનાવવામાં આવશે. 

આ કેન્દ્રમાં દરેક એનક્લોઝર ૧૦૦ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શાકાહારી વન્યજીવોની પ્રજાતિઓને સુરક્ષિત અને પ્રોત્સાહિત કરવાનો છે, જે શિકારી પ્રાણીઓ માટે આહાર શૃંખલાનો આધાર છે. આનાથી સ્થાનિક વન્યજીવનને મોટો ફાયદો થશે.

(2:52 PM IST)