<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

ખુશખબરી: આવતા મહિનેથી ચાલશે સ્લીપર વંદે ભારત: સાગમટે ૩૦ ટ્રેનો દોડાવવાની તૈયારી

નવી દિલ્હી: ભારતીય રેલવે મુસાફરો માટે એક મોટી ખુશખબરી લઈને આવી છે. આગામી મહિનાથી સ્લીપર કોચ ધરાવતી વંદે ભારત ટ્રેનો શરૂ થવા જઈ રહી છે. પ્રારંભિક તબક્કામાં ૩૦ આવી ટ્રેનોને વિવિધ રૂટ પર ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે. 

આ ટ્રેનો લાંબા અંતરની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે અને મુસાફરોને આધુનિક સુવિધાઓ સાથે સ્લીપર કોચનો લાભ મળશે. આ નિર્ણયથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને ઘણી રાહત મળશે.

(2:52 PM IST)