<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની રકમ ક્યારે મળશે : જાણો ખેડૂતોની આતુરતાનો અંત ક્યારે આવશે ?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત, ભારતના ખેડૂતોને વર્ષ દરમિયાન ત્રણ હપ્તામાં કુલ 6,000 રૂપિયાની આર્થિક સહાય અપાઈ છે

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની લાભકારી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવા રહી છે. તેમાંથી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત, ભારતના ખેડૂતોને વર્ષ દરમિયાન ત્રણ હપ્તામાં કુલ 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા 19 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ચૂક્યા છે. ત્યારે હવે ખેડૂતો 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  

   પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને ભારત સરકાર ચલાવે છે અને તેનો લાભ ફક્ત ખેડૂતોને જ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને તેમને વર્ષમાં ત્રણ વખત 2-2 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ ક્રમમાં આ વખતે યોજનાનો 20મો હપ્તો જારી થવાનો છે, પરંતુ આ હપ્તો ક્યારે આવશે? શું આ હપ્તો જૂનમાં આવશે કે પછી જુલાઈમાં આવશે? તો ચાલો જાણીએ ખેડૂતોને 20મા હપ્તાનો લાભ ક્યાં સધીમાં મળી શકે છે. 

  

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર ચાર મહિને આ હપ્તાના પૈસા સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલે છે. 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો, આ પહેલા 18મો હપ્તો ઓક્ટોબર 2024માં મોકલવામાં આવ્યો હતો. જો આપણે આ પેટર્ન પર નજર કરીએ તો 20મો હપ્તો જૂનના અંતમાં જારી થઈ શકે છે. જોકે, સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી.

  લાભાર્થી સ્ટેટસ કેવી રીતે ચકાસવું?
જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માંગો છો કે આ વખતના હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે કેમ, તો તમારે લાભાર્થી સ્ટેટસ અને લાભાર્થી યાદી તપાસવી પડશે. તેને ચકાસવાની પ્રક્રિયા નીચે મુજબ છે:
- સર્વપ્રથમ PM કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ https://pmkisan.gov.in મુલાકાત લો.
- ત્યારબાદ, PM કિસાન યોજનાનું ઓનલાઇન પોર્ટલ તમારી સામે ખુલશે.
- અહીં હોમપેજ પર હાજર “Know Your Status” વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર, કેપ્ચા અને OTP દાખલ કરવો પડશે.
- આ પછી તમે તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું લાભાર્થી સ્ટેટસ ચકાસી શકશો  

 

(6:59 PM IST)