<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

મધદરિયે દુર્ઘટના :ચીનથી મેક્સિકો જતા જહાજમાં રહેલી 3000 ઇલેક્ટ્રિક કાર અચાનક ખાખ થઈ ગઈ

તેને સળગતી જોઈ કાર્ગો શિપમાં રહેલો સ્ટાફ આગ ઠારવાની જગ્યાએ તમામ 22 ક્રૂ સભ્ય જહાજ છોડી લાઈફબોટમાં સવાર થઈ ભાગી ગયા.

અલાસ્કાના તટથી લગભગ 300 માઈલ દૂર દરિયામાં એક મોટી દુર્ઘટના થઈ, જ્યારે 3000 કારોથી ભરેલા એક કાર્ગો જહાજ “મોર્નિંગ મિડાસ”માં ભીષણ આગ લાગી ગઈ. આ કારોમાં લગભગ 800 ઇલેક્ટ્રિક વાહનો પણ હતા, જેમાં અત્યંત જ્વલનશીલ લિથિયમ આયન બેટરીઓ લાગેલી હતી. આગ પર કાબૂ મેળવવો એટલો ખતરનાક હતો કે અમેરિકી તટરક્ષક દળને આગ ઠારવામાં 24 કલાકથી પણ વધારેનો સમય લાગ્યો.

ચીનથી મેક્સિકો જઈ રહેલા એક જહાજમાં રહેલી 3000 ઇલેક્ટ્રિક કાર અચાનક ખાખ થઈ ગઈ. નવાઈની વાત એ છે કે, તેને સળગતી જોઈ કાર્ગો શિપમાં રહેલો સ્ટાફ આગ ઠારવાની જગ્યાએ તેમાંથી નીકળીને ભાગી ગયા.

ધુમાડાના ગોટા ઊડ્યાના 15 મિનિટ બાદથી જહાજમાંથી ઇમરજન્સી સિમ્બોલ મોકલવામાં આવ્યા. ક્રૂ પાસે આગ પર કાબૂ મેળવવાની કોઈ રીત નહોતી, ત્યારે આવા સમયે આગે સ્પીડ પકડી. તમામ 22 ક્રૂ સભ્ય જહાજ છોડી લાઈફબોટમાં સવાર થઈ ગયા. સારી વાત એ છે કે, બાજુમાં રહેલા એક કોમર્શિયલ શિપે તેમને બચાવી લીધા. 

 તટરક્ષક દળે જણાવ્યું કે, લિથિયમ આયન બેટરીઓ વધારે ગરમ થતાં ફાટી શકતી હતી અને ઝેરી ગેસ છોડી શકે છે. ત્યારે આવા સમયે આગ ઠારવાની કોશિશ કરવી ચાલક દળ અને બચાવકર્મીઓ માટે જીવલેણ થઈ શકતી હતી. એટલા માટે જહાજને સુરક્ષિત અંતરથી સળગતું જોઈ શકાતું હતું. 

  જહાજની માલિક કંપની, લંડન સ્થિત “જોડિયાક મેરીટાઈમ”એ કહ્યું કે, નજીકમાં કોઈ ફાયરફાઈટર શિપ હાજર નહોતું. હવે એક સ્પેશિયલ બચાવ ટીમ સોમવારે ત્યાં પહોંચે તેવી આશા છે. અમેરિકી એજન્સીઓ આ દુર્ઘટનાની તપાસ કરવાનો પ્લાન બનાવી રહી છે. આ જહાજ 26 મેના રોજ ચીનના યાંતાઈથી રવાના થયું હતું અને શાંઘાઈ તથા નાન્શા જેવા મુખ્ય ઇલેક્ટ્રિક વાહન નિર્યાત કેન્દ્રોથી થઈને 15 જૂને મેક્સિકોના લાઝારો કાર્ડેનાસ બંદર પર પહોંચવાનું હતું. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા અનુસાર, વર્ષ 2023-24માં મેક્સિકોમાં વેચાયેલા 60 ટકાથી વધારે ઈવી ચીનથી આયાત કરાયા હતા.

(10:51 PM IST)