News of Monday, 9th June 2025
ટ્રાફિક પોલીસને તમારા વાહનની ચાવીઓ લેવાનો અધિકાર છે કે નહીં ?
વાહનની ચાવી કાઢવા આવેને તો આ કાયદો યાદ રાખજો, હાથ અડાડતાં વિચાર કરશે

નવી દિલ્હી તા.૯: રસ્તા પર સ્કૂટર કે બાઇક ચલાવતી વખતે, ટ્રાફિક પોલીસ આપણને ઘણીવાર રોકે છે. ઘણી વખત તેઓ આપણા વાહનની ચાવીઓ પણ લઇ લે છે જેથી આપણે ત્યાંથી જઈ ન શકીએ. પરંતુ, શું તમે જાણો છો કે ટ્રાફિક પોલીસને તમારા વાહનની ચાવીઓ લેવાનો અધિકાર છે કે નહીં? ચાલો મોટર વાહન અધિનિયમ હેઠળ આપણા અધિકારોને સમજીએ.
આપણે જ્યારે પણ સ્કૂટર અથવા બાઈક લઈને રસ્તા પર નીકળીએ છીએ, ત્યારે ઘણી વખત ટ્રાફિક પોલીસ આપણને રોકી લે છે. કયારેક તો ટ્રાફિક પોલીસ આપણી સ્કૂટર અથવા બાઈકની ચાવી પણ કાઢી લે છે, જેથી આપણે ભાગી ન જઈએ. આવી સ્થિતિમાં, ટુ-વ્હીલર ચલાવનારાઓના મનમાં ઘણીવાર આ ચિંતા રહે છે કે જ્યારે ટ્રાફિક પોલીસ તેમને રોકે, તો તેમના શું અધિકાર છે? તેમના મનમાં આ સવાલ આવે છે કે શું ટ્રાફિક પોલીસ આપણી સ્કૂટર અથવા બાઈકની ચાવી કાઢી શકે છે?
આ માટે જ કાનૂની અધિકારો અને નિયમો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ હેઠળ. આજે અમે તમને જણાવીશું કે ટ્રાફિક પોલીસ પાસે તમારી સ્કૂટરની ચાવી કાઢવાનો શું અધિકાર છે કે નહીં અને જો તમારી ચાવી પોલીસ લઈ લે, તો તમારે શું કરવું જોઈએ.
મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ શું છે?
મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ ભારતમાં રસ્તાઓ પર વાહન ચલાવવા માટે બનાવેલા નિયમોનો એક સંપૂર્ણ કાયદો છે. આ કાયદો જણાવે છે કે ગાડીઓનું રજિસ્ટ્રેશન કેવી રીતે થશે, ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) કેવી રીતે મળશે, રસ્તા પર સુરક્ષાના શું નિયમો છે, અને જો કોઈ ટ્રાફિક નિયમો તોડે તો શું સજા મળશે.
સાથે જ, આ કાયદો ટ્રાફિક પોલીસની શક્તિઓ અને જવાબદારીઓ વિશે પણ જણાવે છે. આ કાયદા હેઠળ, ટ્રાફિક પોલીસનું મુખ્ય કામ રસ્તા પર સુરક્ષા જાળવવી છે. પરંતુ, ઘણીવાર લોકો સમજી શકતા નથી કે પોલીસ પાસે શું અધિકાર છે અને શું નથી, ખાસ કરીને જ્યારે વાત આવે તમારી સ્કૂટરની ચાવી લેવાની.
શું ટ્રાફિક પોલીસ તમારી સ્કૂટરની ચાવી લઈ શકે છે?
સરળ શબ્દોમાં કહીએ તો, નહીં! મોટર વાહન અધિનિયમ હેઠળ, ટ્રાફિક પોલીસ પાસે તમારી સ્કૂટર અથવા બાઈકની ચાવી લેવાનો કોઈ અધિકાર નથી. તમારી સ્કૂટર અને તેની ચાવી તમારી ખાનગી વસ્તુ છે. ટ્રાફિક પોલીસ તમને ગાડી રોકવા અને તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) જેવા જરૂરી દસ્તાવેજોની તપાસ કરવા માટે કહી શકે છે. જો તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તો તમારો ચલણ કાપી શકાય છે. પરંતુ, કોઈ યોગ્ય અને કાનૂની કારણ વિના તમારી બાઈક અથવા સ્કૂટરની ચાવી લેવી ખોટું છે.
ટ્રાફિક પોલીસ કયારે તમારી સ્કૂટર અથવા ચાવીઓ લઈ શકે છે?
કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં ટ્રાફિક પોલીસ પાસે તમારી ગાડી અને તેની ચાવીઓ પોતાના પાસે રાખવાનો કાનૂની અધિકાર હોય છે.
જો તમારી સ્કૂટર પાસે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) અથવા ઇન્શ્યોરન્સ નથી, તો પોલીસ તમારી ગાડી જપ્ત કરી શકે છે.
જો કોઈ ડ્રાઇવર નશાની હાલતમાં અથવા બિન-ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે સ્કૂટર અથવા બાઈક ચલાવતો પકડાય છે, તો પોલીસ તેની ગાડી અને ચાવીઓ લઈ શકે છે.
જો તમે તમારી સ્કૂટર અથવા બાઈકને એવી જગ્યાએ પાર્ક કરી છે જ્યાંથી ટ્રાફિક થઈ રહ્યો છે તો પોલીસ તમારી સ્કૂટરને ટો કરી શકે છે.
જો તમારા સ્કૂટર અથવા બાઈકથી કોઈનો અકસ્માત થાય છે, તો પોલીસ તપાસ માટે ગાડી જપ્ત કરી શકે છે અને ચાવીઓ પણ લઈ શકે છે.
મોટર વાહન અધિનિયમની કલમ ૧૨૯
આ કલમ પોલીસ અથવા અન્ય અધિકારીઓને કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં બાઈક અથવા સ્કૂટર રોકવા અથવા હટાવવાનો અધિકાર આપે છે.
જો રસ્તા પર કોઈ સ્કૂટર અથવા બાઈકથી ટ્રાફિક વધી રહ્યો હોય.
જો કોઈ રસ્તા પર ખોટી રીતે વાહન ચલાવી રહ્યું હોય.
જો તમારા પાસે તમારી ગાડીના યોગ્ય દસ્તાવેજો નથી. આ પરિસ્થિતિઓમાં પોલીસ તમારા ટુ-વ્હીલર વાહનની ચાવીઓ લઈ શકે છે.
મોટર વાહન અધિનિયમની કલમ ૧૩૦
આ કલમ હેઠળ, જો કોઈ વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો પોલીસ તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને ય્ઘ્ જપ્ત કરી શકે છે. પરંતુ, આ કલમમાં એવું નથી કહેવામાં આવ્યું કે પોલીસ તમારા ટુ-વ્હીલર વાહનની ચાવીઓ પણ લઈ શકે છે.
જો પોલીસ કારણ વિના તમારી ચાવીઓ લઈ લે, તો શું કરવું?
જો રસ્તા પર સ્કૂટર અથવા બાઈક ચલાવતી વખતે ટ્રાફિક પોલીસ તમને રોકે છે અને કોઈ યોગ્ય કાનૂની કારણ વિના તમારી સ્કૂટરની ચાવીઓ લઈ લે છે, તો તેને ખોટું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે આ પગલાં લઈ શકો છોઃ
તમે તેમને ચાવીઓ લેવાનું કારણ પૂછો.
જો ટ્રાફિક પોલીસ તમારા વાહન અને તેની ચાવીઓ જપ્ત કરી લે છે, તો તમારે તેમને જપ્તીની રસીદ જરૂર માંગવી જોઈએ.
જો ટ્રાફિક પોલીસ તમારા સાથે ખોટો વર્તાવ કરે છે અથવા કોઈ માન્ય કારણ વિના તમારી ચાવીઓ લે છે, તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો.
જો તમને તમારી સ્કૂટર અથવા બાઈકની ચાવીઓ પાછી ન મળે, તો તમે કોઈ વકીલની સલાહ લઈને કાનૂની મદદ પણ લઈ શકો છો.(૩૮.૬)
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
