News of Monday, 9th June 2025
ભારે કરી દરરોજ ૨૦ લીટર દૂધ આપતી ભેંસ ચોર ચોરી ગયા
બિહારમાં ચોરો હવે સોના-ચાંદી કે રૂપિયાની ચોરી તો ઠીક, પણ ભેંસોને પણ મૂકતા નથી

પશ્ચિમ ચંપારણ તા.૯: બિહારમાં ચોરો હવે સોના-ચાંદી કે રૂપિયાની ચોરી તો ઠીક, પણ ભેંસોને પણ મૂકતા નથી. ભેંસ પણ જેવી તેવી નહીં, દૂધ આપવામાં ટોપ ક્લાસની ગણાતી અને જેની કિંમતો લાખો રૂપિયામાં થાય છે તેવી ભેંસ ચોરીને લઈ ગયા બોલો.
બિહારના પヘમિ ચંપારણ જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચોરોએ મુર્રા -જાતિની એક ભેંસ ચોરી કરી ગયા છે. જેની કિંમત દોઢ લાખ રૂપિયા સુધી આંકવામાં આવી હતી. આ ભેંસ ભારતભરમાં જોવા મળતી એ નસલમાં સૌથી ઉત્તમ છે, જેની દૂધ આપવાની ક્ષમતા દરરોજ ૧૮ લિટર સુધી હોય છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ મામલો જિલ્લાના મઝૌલિયાના ચનાયનબાંધના વોર્ડ નંબર ૧૧નો છે. શનિવારે મોડી રાત્રે એક પિકઅપમાંથી બે ચોર આવ્યા અને દેવનાથ પટેલના દરવાજે બાંધેલી ભેંસને ખોલીને પિકઅપમાં ભરીને લઈ ગયા. ચોરોએ પિકઅપ ગાડીને દેવનાથના ઘરથી થોડે દૂર ઊભી રાખી હતી. પછી ઘરથી ચાલતા ચાલતા ખૂંટામાં ભેંસ છોડીને, વાહન પડ્યું હતું ત્યાં લઈ ગયા.
સવાર થતાં જ્યારે દેવનાથ ઘરનો દરવાજો ખોલે છે અને ભેંસ ન જોવા મળતાં ટેન્શનમાં આવી ગયા, ચારેતરફ ભેંસને શોધવા લાગ્યા. આ દરમિયાન તેમણે ઘરની સામે લાગેલા સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા. સારી વાત એ છે કે કેમેરામાં આખી ઘટના કેદ થઈ ગઈ હતી. જેમાં ચોર દરવાજેથી ભેંસ ખોલીને પોતાની સાથે લઈ જતા દેખાયા. પટેલે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ટાવર લોકેશન અને અન્ય ટેક્રિકથી ચોરને શોધી રહી છે. પોલીસે ભેંસને શોધવા માટે એક સ્પેશિયલ ટીમ પણ બનાવી છે.
બે દાયકાથી કળષિ પર કામ કરી રહેલા કળષિ સલાહકાર અને પશુ નિષ્ણાત રવિકાંત પાંડે જણાવે છે કે, મુર્રા ભેંસ એક એવી પ્રજાતિ છે, જેને દેશભરમાં દૂધ ઉત્પાદનમાં સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ દરરોજ ૧૮ લિટર સુધી દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે, જેમાં વસાની માત્રા ખૂબ જ વધારે હોય છે.
મોટી વાત એ છે કે, તેનું ઓરિજિન બિહારના સીતામઢી જિલ્લામાં થયેલું છે. અન્ય ભેંસની તુલનામાં તેની કિંમત ખૂબ જ વધારે, દોઢ લાખ રૂપિયાથી પણ વધારે હોય છે. પટેલની વાત માનીએ તો તેમણે આ ભેંસ ૧ લાખ ૪૫ હજારમાં ખરીદી હતી.(૩૮.૫)
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
