<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

લગ્નેત્તર સંબંધોની આશંકાએ પત્‍નીનું માથું કાપી પતિ પોલીસ સ્‍ટેશન પહોંચી ગયો

કર્ણાટકના ચંદપુર નજીકના ગામમાં બનેલી ઘટનાથી લોકો હચમચી ગયા

બેંગલુરુુ તા.૯: પત્‍નીના લગ્નેતર સંબંધથી પરેશાન યુવકે ક્રૂર રીતે પત્‍નીની હત્‍યા કરી દીધી કર્ણાટકના ચંદપુર નજીકના ગામમાં બનેલી ઘટનાથી લોકો હચમચી ગયા એજન્‍સી, બેંગલુરુ કર્ણાટકના ચંદપુરામાં એક ૨૮ વર્ષીય વ્‍યક્‍તિએ શુક્રવારે પોતાની પત્‍નીની ક્રૂર રીતે હત્‍યા કરી હતી. પછી પત્‍નીનું કાપેલું માથું લઈને પતિ ખુદ પોલીસ સ્‍ટેશન પહોંચી ગયો હતો. પોલીસ સ્‍ટેશનમાં આ દૃશ્‍ય જોઈને ઉપસ્‍થિત લોકો ભયભીત થઈ ગયા હતા. આ મામલામાં સૂર્યનગર પોલીસે આરોપીની અટકાયત કરી છે અને ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસના સૂત્રોના કહેવા મુજબ આ ઘટના અનેકલ તાલુકાના ચંદપુરા પાસેના હીલાલીગે ગામની છે.  આરોપી શંકર ૨૬ વર્ષીય પોતાની પત્‍ની માનસાના લગ્નેતર સંબંધોને લઈને પરેશાન હતો. બંનેએ પાંચ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને તેમને ચાર વર્ષની પુત્રી પણ છે. બંને ખાનગી ફર્મમાં કામ કરતા હતા. જ્‍યાં શંકર કોરમંગલામાં કામ કરતો હતો અને તેની પત્‍ની માનસી બોમ્‍માસંદ્રામાં કામ કરતી હતી. શંકર અને માનસી વચ્‍ચે પ્રેમ થયો અને પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. આ યુગલ થોડાક સમય પહેલા જ હીલાલીગેમાં ભાડાનું મકાન લઈને રહેવા આવ્‍યું હતું. ત્રીજી જૂનની રાત્રે શંકર કામકાજ અર્થે ઘરથી બહાર નીકળ્‍યો અને પોતાની પત્‍ની માનસાને એમ કહ્યું કે એ બીજા દિવસે સવારે પરત આવશે. જોકે, કામકાજ જલદી સંપન્ન થતાં શંકર રાત્રે જ ઘરે પરત આવી ગયો અને તેણે પોતાની પત્‍ની માનસાને કોઈ અન્‍ય પુરુષ સાથે વાંધાજનક હાલતમાં જોઈ લીધી.

પોલીસની પૂછપરછમાં શંકરે જણાવ્‍યું કે પત્‍નીના કોઈ અન્‍ય પુરુષ સાથે સંબંધ છે, આ વાતને લઈને અમારી વચ્‍ચે ઝઘડો થઈ રહ્યો હતો. ત્‍યાર પછી મારી પત્‍ની પિયરમાં જતી રહી હતી. શુક્રવારે રાત્રે લગભગ આઠ કલાકે એ ઘરે પરત આવી તો ફરી ભારે તકરરા થઈ, જેનાથી શંકરને ખૂબ ગુસ્‍સો આવ્‍યો હતો. ગુસ્‍સામાં આવીને શંકરે માનસાનું માથું કાપી નાંખ્‍યું અને પછી કપાયેલું માથું સ્‍કૂટર રાખીને સૂર્યનગર પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યો, જ્‍યાં પોલીસની સામે આત્‍મસમર્પણ કર્યું હતું

(11:13 AM IST)