<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

કાશ્મીરના ગ્રેજયુઍટ દંપતિની સંઘર્ષ ગાથા

સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા.૯ઃ સરકારી નોકરી મેળવવામાં ઘણા વર્ષો સંઘર્ષ કર્યા બાદ દક્ષિણી કાશ્મીરના પુલવામાં જિલ્લાના અવંતીપુરાના ઍક દંપતિઍ આજીવિકા માટે ફૂલોનો વેપાર શરૂ કર્યો હતો, જોકે પહેલગાંવ આતંકી હુમલા ઉપરાંત તેમના વેપારને ઘણો ફટકો પડ્યો છે અને તેઓ ડર્યા નથી ઇશ્ફાક અહેમદ અને તેમના પત્ની સબીયા મુસ્તાક બંને ગ્રેજ્યુઍટ છે તેમણે પુલવામાં શહેરમાં જમીનનો ઍક કટકો ભાડા ઉપર લીધો છે અને જ્યાં તેઓ અનેક પ્રકારના ફૂલ વેચે છે સબીયા ઍ જણાવેલ કે કેવી રીતે તેમણે અને તેમના પતિઍ સરકારી નોકરી મેળવવામાં કેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો અંતે તેમણે ઍક ઍવો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો જે પર્યાવરણને અનુકૂળ અને આર્થિક રૂપે ટકાઉ હોય.
તેમના મુજબ ગત વર્ષે અમે નાના પાયે ફૂલોનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો શરૂઆતમાં મારો પરિવાર સાથે ન હતો પણ સંભાવનાઓને જોયા બાદ તેમણે પણ અમને પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું હતું. દંપત્તિઍ પુલવામાં જમીન ભાડે પર લીધી છે જ્યાં તેઓ લગભગ ૨૦૦ પ્રકારના ફૂલ વેચે છે અને આવકનો ઍક સ્થિર સ્ત્રોત સ્થાપિત કર્યો છે તેમણે જણાવેલ કે ફૂલોનો વેપારમાં ઉતરવાનો તેમનો નિર્ણય પ્રકૃતિ પ્રત્યે તેમના ઝનુનથી પ્રેરિત હતો.
તેઓઍ વધુમાં જણાવેલ કે અમે કશુંક ઍવું કરવા માંગતા હતા જેનાથી પર્યાવરણને લાભ થાય સ્વચ્છ હવા અને શુદ્ધ ઓક્સિજન માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા જરૂરી છે દંપતી પોતાના ફૂલોનો સ્ટોક પુના અને ચેન્નાઈથી મંગાવે છે અને પોતાનો વેપાર ને આગળ વધારવા ની યોજના બનાવી રહ્ના છે. બંનેનું માનવું છે કે યુવાઓઍ ફક્ત સરકારી નોકરીઓ ઉપર નિર્ભર ન રહેવું જોઈઍ, બેરોજગારી ખૂબ જ વધારે છે. યુવાઓઍ જે ક્ષેત્રમાં તેઓ રુચિ રાખે છે તેમાં આગળ વધવા પહેલ કરવી જોઈઍ. આવું કરવાથી ફક્ત પોતાને જ નહીં પણ બીજાને પણ રોજગાર આપી શકાય છે. (રર.૧૨)

(2:42 PM IST)