<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

શિલોંગમાં હનીમૂન ટ્રીપ પહેલા સોનમે તેના પતિ રાજા રઘુવંશી પાસેથી 9 લાખ લીધા : હત્યાની સોપારી તેના જ પૈસાથી આપી

સોનમે સ્થાનિક સ્તરે રાજાની હત્યા કરનાર કોન્ટ્રાક્ટ કિલરના રહેવા, ખાવા અને ફરવા માટેની બધી વ્યવસ્થા કરી લીધી

ઇન્દોરના રાજા રઘુવંશીની મેઘાલયમાં થયેલ હત્યા કેસમાં સતત નવા નવા ખુલાસાઓ પ્રકાશમાં આવતા, આ કેસને વધુ ભયાનક બનાવી રહ્યા છે. છેલ્લા સામે આવેત તાજી માહિતી અનુસાર રાજાની પત્ની સોનમે તેને હનીમૂન પર જવા માટે 9 લાખ રૂપિયાનો આર્થિક વ્યવહાર કરાવ્યો હતો. આ રકમનો મોટો ભાગ રાજાની હત્યા માટે કોન્ટ્રાક્ટ કિલરને આપવામાં આવ્યો હોવાનો આરોપ છે. એટલે કે, સોનમે રાજાના મોતની સોપારી પણ તેના જ પૈસાથી આપ્યો હતો. એવો આરોપ છે કે સોનમે તેના પ્રેમી રાજ કુશવાહ સાથે મળીને આ હત્યા કરાવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શિલોંગમાં હનીમૂન ટ્રીપ પહેલા, સોનમે તેના પતિ રાજા રઘુવંશી પાસેથી કુલ 9 લાખ રૂપિયા લીધા હતા. સોનમે ‘હોટેલ બુકિંગ અને મુસાફરી ખર્ચ’ના નામે આ રકમ માંગી હતી, પરંતુ શંકા છે કે આ રકમનો મોટો ભાગ કોન્ટ્રાક્ટ કિલર્સને ભાડે રાખવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમે સ્થાનિક સ્તરે રાજાની હત્યા કરનાર કોન્ટ્રાક્ટ કિલરના રહેવા, ખાવા અને ફરવા માટેની બધી વ્યવસ્થા કરી લીધી હતી. ટ્રીપ દરમિયાન ખર્ચને લઈને રાજા અને સોનમ વચ્ચે સતત ઝઘડા થતા રહેતા હતા, કારણ કે સોનમ ટૂંકા પ્રવાસોમાં વધુ ખર્ચ કરતી હતી. તેણીએ આ વાત તેના બોયફ્રેન્ડ રાજ કુશવાહાને પણ કહી હતી, જેના પછી કથિત રીતે રાજાને ટૂંક સમયમાં મારી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

(12:26 AM IST)