News of Tuesday, 10th June 2025
સોનમનો ચહેરો બદલાઈ ગયો : સતત રઝળપાટને કારણે થાક, અપુરતી ઊંધને કારણે તેનો ચહેરો સાવ નિસ્તેજ થયો
સોનમે રાજ કુશવાહાની ધરપકડના સમાચાર મળતા જ ગભરાઈ ગઈ. આ પહેલા તે સતત ચિંતા અને તાણમાં રહેતી

ઇન્દોરના રાજા રઘુવંશીની મેઘાલયમાં થયેલ હત્યા કેસમાં સતત નવા નવા ખુલાસાઓ પ્રકાશમાં આવતા, આ કેસને વધુ ભયાનક બનાવી રહ્યા છે.
મેઘાલય પોલીસનો દાવો છે કે, સોનમે રાજ કુશવાહાની ધરપકડના સમાચાર મળતા જ ગભરાઈ ગઈ. આ પહેલા તે સતત ચિંતા અને તાણમાં રહેતી હોય તેવુ લાગી રહ્યું છે. ઉપરાંત સતત રઝળપાટને કારણે થાક, અપુરતી ઊંધને કારણે તેનો ચહેરો સાવ નિસ્તેજ થઈ ગયો છે. સોનમે તેના પરિવારનો સંપર્ક કર્યો અને યુપી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ પહેલા, તે સતત ફરાર અને પોલીસની પહોંચની બહાર હતી.
હવે મેઘાલય પોલીસ, સોનમ અને અન્ય આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મારફતે શિલોંગ લઈ જશે, જ્યાં કોર્ટમાંથી તેમના રિમાન્ડ લેવામાં આવશે અને વધુ પૂછપરછ કરવામાં આવશે.
રાજ કુશવાહા ઉર્ફે રાજુ ઇન્દોરમાં સોનમના પિતાની પ્લાયવુડ ફેક્ટરીમાં કામ કરતો હતો. અહીંથી જ બંને મળ્યા અને પ્રેમ સંબંધમાં પરિવર્તિત થયા. અહેવાલો અનુસાર, સોનમ અને રાજ વચ્ચેનો પ્રેમ સંબંધ રાજા રઘુવંશીની હત્યાનું મૂળ બન્યો છે.
પોલીસને શંકા છે કે સોનમ અને રાજે સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને સોનમ સતત કોન્ટ્રાક્ટ કિલરને રાજાનું લાઇવ લોકેશન મોકલી રહી હતી. આ સાથે, સોનમ અને રાજની લાંબી ફોન વાતચીત પણ તપાસ એજન્સીઓના રડાર પર છે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
