<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

પત્‍નીઓના ત્રાસથી કંટાળી પુરુષોએ પીપળા અને કાગડાની પૂજા કરી, કહ્યું- ૭ જન્‍મ તો શું ૭ સેકન્‍ડ પણ ઘરવાળી ન જોઈએ

પૂજા કોઈ સામાન્‍ય ધાર્મિક કર્મકાંડ નહોતો, પણ પત્‍નીથી કંટાળી પતિઓની ચૂપચાપ ચાલી રહેલી પીડાની એક પ્રતિકાત્‍મક અભિવ્‍યક્‍તિ હતી

 

સંભાજીનગર તા.૧૦:  મહારાષ્‍ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આ વખતે વટ પૂર્ણિમાના એક દિવસ પહેલા કંઈક એવું થયું છે, જેણે આખા શહેરનું ધ્‍યાન ખેંચ્‍યું છે. જ્‍યાં મહિલાઓ પરંપરાગત રીતે આ પર્વ પર પોતાના પતિના લાંબા આયુષ્‍ય અને સાત જન્‍મો સુધીના સાથની કામના કરે છે, તો વળી અમુક પુરુષો તેનાથી બિલકુલ ઉલટું એક અનોખી પૂજા કરી છે. આ પૂજા કોઈ સામાન્‍ય ધાર્મિક કર્મકાંડ નહોતો, પણ પત્‍નીથી કંટાળી પતિઓની ચૂપચાપ ચાલી રહેલી પીડાની એક પ્રતિકાત્‍મક અભિવ્‍યક્‍તિ હતી.

૯ જૂનના રોજ વટ પૂર્ણિમાની પૂર્વ સંધ્‍યા પર અમુક પુરુષોએ પીપળાના ઝાડની પરિક્રમા કરી અને કાગડાની વિશેષ પૂજા કરી. તેમનું કહેવું હતું કે, તેમણે આ પૂજા પોતાની પત્‍નીઓના ત્રાસથી છુટકારો મેળવવા માટે કરી છે. આ પુરુષોની માંગ હતી કે, તેમને એવી પત્‍ની ન મળે, જે તેમને માનસિક રીતે પરેશાન કરે. સાત જન્‍મ તો શું, એક જન્‍મમાં પણ આવી પત્‍નીઓ ન મળવી જોઈએ. અમુક પુરુષોએ તો ત્‍યાં સુધી કહ્યું કે, તેમની આવી પત્‍નીઓ સાત જન્‍મ તો શું, સાત સેકન્‍ડ પણ નથી જોઈતી.

આ પતિઓએ કહ્યું કે, સમાજમાં પુરુષોની પીડા પર કોઈ વાત થતી નથી. જ્‍યારે કોઈ પુરુષ ઘરેલુ હિંસા અથવા માનસિક પ્રતાડનાનો શિકાર થાય છે, તો તેને મજાકમાં ઉડાવી દેવામાં આવે છે અથવા ચૂપ રહેવા માટે કહેવામાં આવે છે. એટલા માટે તેમણે આ વખતે પોતાનો અવાજ ઉઠાવવા માટે નવી રીત અપનાવી છે. કવલા પૂજન અને કાગડાની પૂજા એક -તીક બની તેમની તકલીફોની.

આ ઘટનાનો વિડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. અમુક લોકો તેને એક મજેદાર અને અજીબોગરીબ ચલણ બતાવ્‍યું, તો અમુકે તેને પુરુષોની અસલ પીડાનું પ્રતીક માની સહાનુભૂતિ દર્શાવી.

આ અનોખા કવલા પૂજનને લઈને ચર્ચા શરૂ થઈ છે કે શું સમાજને પુરુષોની ઘરેલુ તકલીફો પર પણ એટલું જ ગંભીરતાથી ધ્‍યાન આપવું જોઈએ, જેટલું મહિલાઓની સમસ્‍યાઓ પર આપવામાં આવે છે.(૩૮.૧૪)

(11:33 AM IST)