તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
અમેરિકન્સની આર્થિક સ્થિતિ કથળી!: બાય નાઉ, પે લેટરનું ચલણ વધ્યું
અમેરિકન્સ એટલી આર્ર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે કે, જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા પણ તેમને લોન લેવી પડી રહી છે

ન્યુયોર્ક તા.૧૦: માત્ર ભારતમાં જ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે એવું નથી, સુપરપાવર અમેરિકામાં પણ એવી જ સ્થિતિ છે. અમેરિકામાં બહારથી ભલે બધું ફુલગુલાબી ચિત્ર દેખાઈ રહ્યું હોય, પણ સામાન્ય અમેરિકન્સની આર્થિક સ્થિતિ ઘણી ડામાડોળ થઈ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. એક તરફ જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે અને બીજી તરફ લોકોની કમાણી લગભગ સ્થિર જેવી જ છે. જેના કારણે હવે ઓછી કિંમતની વસ્તુઓ પણ હપ્તા પર ખરીદવા લોકો મજબૂર બન્યા છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે, અમેરિકામાં ઘણા પરિવારો આર્થિક સમસ્યાનો સામનો કરી છે. આ સર્વે મુજબ, અમેરિકામાં જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેઁબાય નાઉ, પે લેટરઁ વિકલ્પનો પસંદ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે.
લેન્ડિંગટ્રી દ્વારા તાજેતરમાં કરાયેલા સર્વેમાં સામે આવ્યુ છે કે, વર્ષ ૨૦૨૪ કરતા કરતા આ વર્ષે ગ્રોસરીની વસ્તુઓ ખરીદવા માટે ‘‘બાય નાઉ, પે લેટર'' લોન્સનો ઉપયોગ કરનારામાં ૧૪ ટકાનો વધારો થયો છે. સર્વેમાં સામે આવેલી વિગતો મુજબ, મોટાભાગે લોકો કપડાં અને ઘરનો સામાન ખરીદવા માટે આ વિકલ્પનો ઉપયોગ કરી રહ્યા છે.
અમેરિકામાં અફિર્મ, ક્લર્ના, પેપાલ અને એપલ જેવા ફાઈનાન્સિયલ ટેકનોલોજી કંપનીઓ બાય નાઉ, પે લેટરની સુવિધા આપે છે. જેમાં લોકો કોઈ વસ્તુ ઈન્ટરેસ્ટ-ફ્રી ઈન્સ્ટોલમેન્ટ્સ પર ખરીદી શકે છે. મોટાભાગે લોકો ચાર હપ્તામાં ચૂકવણી કરવાનો વિકલ્પ પસંદ કરતા હોય છે. જેમાં ૨૫ ટકા ખરીદી રકમ ખરીદી વખતે ચૂકવવાની હોય છે અને બાકીની રકમ ત્રણ હપ્તામાં છ મહિનાની અંદર ચૂકવવાની રહે છે. લોકો મોટાભાગે ૫૦થી ૧,૦૦૦ ડોલરના ચાર પેમેન્ટ્સ કરવાના આવે તે રીતનું સેટિંગ કરતા હોય છે.
આ સુવિધા ટૂંકા ગાળા માટે તો ગ્રાહકોને મદદરૂપ થાય છે, પરંતુ આવી લોન્સમાં લેટ પેમેન્ટ પર વ્યાજ અને ફી લાગતી હોય છે અને તેના કારણે અંતે તો લોકોના માથે દેવું વધે છે. લેન્ડિંગટ્રીના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૪માં બાય નાઉ, પે લેટરના વિકલ્પનો ઉપયોગ કરનારા કન્ઝુમર્સમાંથી ૪૧ ટકા સમયસર હપતો ચૂકવી શકયા ન હતા. તેના અગાઉના વર્ષે એટલે વર્ષ ૨૦૨૩માં ૩૪ ટકા લોકોએ લેટ પેમેન્ટ કર્યું હતું.
જોકે, દેવું વધવાનો ખતરો હોવા છતાં બાય નાઉ, પે લેટરની પોપ્યુલારિટી વધી રહી છે. નાના ટ્રાન્જેક્શનમાં પણ તેનો ઉપયોગ વધ્યો છે. ક્લર્નાએ માર્ચ મહિનામાં ફૂડ ડિલિવરી સર્વિસ ડૂરડેશ સાથે પાર્ટનરશિપ કરી હતી અને ફૂડ અને ગ્રોસરી માટે બાય નાઉ, પે લેટર સર્વિસ શરૂ કરી હતી.
લેન્ડિંગટ્રીના ચીફ કન્ઝુમર ફાઈનાન્સ એનાલિસ્ટ મેટ શૂલ્ઝે CBS ન્યૂઝને જણાવ્યું હતું કે, બાય નાઉ, પે લેટરની સુવિધાથી લોકો સરળતાથી ઘણી વસ્તુઓ ખરીદી શકે છે, પરંતુ સાથે જ તેમણે કહ્યું હતું કે, ફૂડ ખરીદવા માટે પણ બાય નાઉ, પે લેટરનો વધતો ઉપયોગ દર્શાવે છે કે, અમેરિકામાં ઘણા લોકો ગ્રોસરી અને અન્ય વસ્તુઓના ઊંચા ભાવ પરેશાન છે.
તેમણે જણાવ્યું હતું કે, જો એક ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવામાં આવે તો મહિનાના અંતે એક જ પેમેન્ટ કરવાનું આવે છે. પણ જો અલગ-અલગ કાર્ડથી ખરીદી કરી હોય તો તે બધાનું પેમેન્ટ કરવાનું ચેલેન્જિંગ બની જાય છે.(૩૮.૩)
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
