News of Tuesday, 10th June 2025
પૂ. દયાનંદગિરિબાપુ સાક્ષાત ઇશ્વરરૂપ હતા
ચરાડવા-મહાકાલી આશ્રમે પૂ. અમરગિરિબાપુની ચાદરવિધિ સંપન્ન : ચરાડવા-મહાકાલી આશ્રમે દેશભરમાંથી સંતો-મહંતો ઉમટયાઃ હજારો ભાવિકોની ઉપસ્થિતીમાં પૂ. અમરગિરિજીની ચાદરવિધિઃ ભજનની રમઝટઃ ભંડારામાં સંતો-મહંતો અને હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધોઃ પૂ. દયાનંદગિરિબાપુની પ્રેરણા-ઉર્જા સતત અનુભવાઇ રહી છેઃ પૂ. અમરગિરિજીનો પ્રથમ ઇન્ટરવ્યૂ

રાજકોટ, તા. ૯: ાા ૐ હ્રીં કાલીકાયૈ નમઃ ાા દૈવી-શકિતનો સાક્ષાત્કાર કરી ચુકેલા બ્રહ્મલીન પૂ. દયાનંદ ગિરિબાપુનો સોડષી ભંડારો અને પૂ. અમરગિરિબાપુની ચાદરવિધિનો ઉત્સવ ચરાડવા-મહાકાલી આશ્રમે ધામધુમથી ઉજવાયો હતો. લાખો ભાવિકોની આસ્થાના ધામ ચરાડવા-મહાકાલી આશ્રમની સ્થાપના પૂ. દયાનંદગિરિબાપુએ કરી હતી. તેઓ દશ મહાવિદ્યાના સાધક હતા, પૂ. બાપુને દૈવી-સાક્ષાત્કાર થયો હતો. અલૌકિક શકિત ધરાવતા પૂ. દયાનંદગિરિબાપુએ વર્ષો-દાયકાઓ સુધી કઠોર સાધના કરી હતી. મહાકાલી આશ્રમે અસંખ્ય લોકોના પ્રશ્નો ઉકેલતા હતા. પૂ. બાપુ દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું હતું.
દિવ્ય વિભૂતિ પૂ. દયાનંદગિરિબાપુની વિદાયથી ધર્મક્ષેત્રે આઘાતની લાગણી પ્રસરી હતી. બ્રહ્મલીન પૂ. બાપુના શિષ્ય પૂ. અમરગિરિબાપુની મહાકાલી આશ્રમના મહંત પદે ચાદરવિધિ તથા પૂ. બાપુના સોડષી ભંડારાનું ભવ્ય આયોજન ગત શુક્રવારે થયું હતું.
ભંડારા અને ચાદરવિધિ ઉત્સવમાં દેશભરમાંથી અને ગુજરાતના ખુણે-ખુણેથી પૂ. સંતો-મહંતો-મહાત્માઓ પધાર્યા હતા. આ પ્રસંગે હજારો ભાવિકોના ઘોડાપુર ઘુઘવ્યા હતા. સવારથી જ આશ્રમ ખાતે ધૂન-ભજનની રમઝટ જામી હતી. વિશાળ જમીન પર ઉત્સવનું ભવ્ય આયોજન થયું હતું. સેવાભાવી કાર્યકરોએ વ્યવસ્થા જાળવવામાં ભરપુર સહયોગ કર્યો હતો.
આહવાન અખાડાનો પરંપરા પ્રમાણે પૂ. અમરગિરિબાપુની મહંતપદે ચાદરવિધિનો પ્રારંભ થયો હતો. અખાડાના પૂ. સંતો-મહંતો દ્વારા મંત્રોચ્ચાર સાથે ચાદરવિધિ યોજાઇ હતી. અતિભાવૂક માહોલ સર્જાયો હતો. પૂ. દયાનંદગિરિબાપુના જય જયકાર સાથે ભકતોની આંખમાંથી અશ્રુધારા વહેતી હતી. ચાદરવિધિ દરમિયાન પૂ. અમરગિરિબાપુ પણ પૂ. ગુરૂદેવને યાદ કરીને ભાવૂક થઇ ગયા હતા.
આહવાન અખાડાના વરિષ્ઠ સંતોના મંત્રોચ્ચારથી દિવ્ય માહોલ સર્જાયો હતો. પરંપરાગત ચાદરવિધિ બાદ પૂ. બ્રહ્મલીન પૂ. દયાનંદગિરિબાપુનો ભંડારો આયોજિત થયો હતો. ગુજરાત ભરમાંથી અને દેશભરમાંથી પધારેલા સાધુ-સંતો, સિધ્ધ મહાત્માઓ, જોગી-યોગીઓ, સિધ્ધ ચોરાસીઓએ ભાવપૂર્ણ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. બાદમાં હજારો ભાવિકોએ પણ મહાપ્રસાદનો દિવ્ય લાભ લીધો હતો.
મહાપ્રસાદ માટે અલગ વ્યવસ્થા કરાઇ હતી. સમગ્ર ઉત્સવ દરમિયાન તીવ્ર ગરમીમાં અનેક મહાકાય કુલર લગાવીને ઠંડક પ્રસરાવાઇ હતી. શિસ્તબધ્ધ કાર્યકરોએ સેવાભાવથી વ્યવસ્થા જાળવી હતી. ટુ-વ્હીલ અને ફોર વ્હીલ વાહનો માટે પાર્કિંગની અલગ વ્યવસ્થા રાખવામાં આવી હતી.
સમગ્ર ઉત્સવ દરમિયાન રાત્રે સંતવાણીની રમઝટ બોલી હતી. કલાકારો અરવિંદ ભારથી, ભનુભાઇ ઓડેદરા, મિલનભાઇ પટેલ, ભગવતીબેન ગોસ્વામી, નૈતિક વ્યાસ વગેરેએ ભાવિકોને ડોલવી દીધા હતા.
પૂ. બાપુની ઉર્જા આપણી સાથે જ છેઃ અમરગિરિજી
ચરાડવા મહાકાલી આશ્રમના મહંતપદે ચાદરવિધિ થયા બાદ પૂ. અમરગિરિબાપુનો પ્રથમ ઇન્ટરવ્યુ ‘અકિલા' સાંધ્ય દૈનિકે કર્યો હતો. બાળપણથી જ પૂ. દયાનંદગિરિ સાથે રહેલા દિક્ષીત શિષ્ય પૂ. અમરગિરિજીએ જણાવ્યું હતું કે, પૂ. ગુરૂદેવ પૂ. દયાનંદગિરિબાપુ સાક્ષાત ઇશ્વરરૂપ હતા. તેઓનો દિવ્યતાનો નિરંતર અનુભવ મેં કર્યો છે ગુરૂદેવને યાદ કરીને ભકતો ભાવૂક બની રહયા છે. હૂં દરેકને સંદેશો આપું છું કે, પૂ. બાપુનું શરીર વિદાય થયું છે, તેઓ ઉર્જા સ્વરૂપે સતત આપણી સાથેજ છે. એમણે દર્શાવેલા સદ્માર્ગે આપણે ચાલતા રહેવાનું છે. પૂ. બાપુ આપણને પ્રેરણા-માર્ગદર્શન આપતા રહેશે અને મહાશકિત શ્રી મહાકાલી માતાજીની કૃપા આપણા પર વરસતી રહેશે.
મહાકાલી આશ્રમમાં કેવી સદ્પ્રવૃતિ થશે ? આ પ્રશ્નના જવાબમાં પૂ. અમરગિરિજીએ જણાવ્યું હતું કે, આ ધાર્મિક નહિ, પણ આધ્યાત્મિક સ્થાન છે. પૂ. ગુરૂદેવ દયાનંદગિરિબાપુએ સર્જેલી સાધના પરંપરા મુખ્ય રહેશે. પૂ. બાપુની દિવ્ય ઉર્જા પ્રેરણા કરતી રહેશે તેમ આશ્રમની પ્રવૃતિ ચાલશે.
પૂ. અમરગિરિજીએ જણાવ્યું હતું કે, પૂ. ગુરૂમહારાજને જીવમાત્ર પ્રત્યે પ્રેમભાવ હતો. આશ્રમમાં ગૌસેવા-પક્ષીસેવા-અશ્વસેવા-શ્વાનસેવા વગેરે જીવોની સેવાનો પરંપરા પૂ. બાપુએ સર્જી છે. આ પરંપરા જળવાઇ રહેશે. મુખ્ય પ્રવૃતિ મહાશકિતની ભકિત અને સાધના રહેશે.
પૂ. અમરગિરિજી બાળપણથી પૂ. દયાનંદગિરિજી સાથે રહયા છે. તેઓ મૂળ ઓરિસ્સાના છે. બાપુની સાથે રહીને સેવા કરતા હતા. પૂ. અમરગિરિજી કહે છે કે, ર૦૦૦ ની સાલમાં પૂ. ગુરુદેવ દયાનંદગિરિજીએ મને વિધિવત દીક્ષા આપીને શિષ્ય બનાવ્યો હતો.
તેઓ કહે છે કે, મને વર્ષોથી પ. ગુરૂદેવનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. પૂ. ગુરૂદેવે સન્યાસના નિયમોનું મહત્વ સમજાવીને વિવિધ સાધનાઓ કરાવી હતી. પૂ. બાપુની અલૌકિક શકિતઓ મે. અનુભવી છે. મંત્રશકિત તો કલ્પનાતીત હતી. પૂ. બાપુ પાસે આયુર્વેદનું પણ ભરપૂર જ્ઞાન હતું. અસંખ્ય લોકોના દુઃખ-દર્દ દૂર કર્યા છે.
પૂ. અમરગિરિજીએ જણાવ્યું હતું કે, પૂ. દયાનંદગિરિબાપુના મહાપ્રયાણ બાદ કલાકો બાદ પણ તેમના નિષ્પ્રાણ શરીરમાં કોઇજ ફેરફાર થયો ન હતો. આવા અનેક આヘર્યો મેં અને ભકતોએ સતત અનુભવ્યા છે. પૂ. બાપુની દિવ્યશકિતઓની એટલી બધી વાતો છે કે, પુસ્તકો આલેખવા પડે. પૂ. બાપુની ઉર્જા અને મહાશકિત મહાકાલી માતાની કૃપા આપણા પર વરસતી રહે તેવી હું પ્રાર્થના કરૂ છું.
દિવ્ય પ્રસંગોનો અખૂટ ખજાનો
બ્રહ્મલીન પૂ. દયાનંદગિરિબાપુના સોડષી ભંડારામાં હજારો ભાવિકો ઉમટી પડયા હતા. અસંખ્ય ભકતોએ પૂ. બાપુની દિવ્યશકિતનો અનુભવ કર્યો હતો. ઉપસ્થિત લગભગ દરેક વ્યકિત પાસે પૂ. બાપુ સાથેના અનુભવોના પ્રસંગો હતા. માનવ બુધ્ધિની સમજથી પર અલૌકિક પ્રસંગોનો અખૂટ ખજાનો અહીં ધબકતો હતો.
પૂ. દયાનંદગિરિ બાપુની પ્રેરણા-ઉર્જા-કૃપાથી અસંખ્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો થયા છે. ચમત્કારિક રીતે દુઃખ-દર્દ દૂર થયા છે, આધી-વ્યાધી-ઉપાધીમાંથી મુકિત મળી છે. અસંખ્ય ભાવિકો-સેવકો અશ્રુધારા સાથે પૂ. બાપુની દિવ્ય ઉર્જાને મનોમન વંદના કરતા હતા.
પૂ. બાપુને દેવૈશકિતનો સાક્ષત્કાર થયો હતો
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલું ચરાડવા મહાકાળી આશ્રમ એ લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ આશ્રમના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુ તાજેતરમાં ૨૩ મે, ૨૦૨૫ ના રોજ ૧૩૩ વર્ષની વયે બ્રહ્મલીન થયા છે.
પૂજ્ય દયાનંદગીરી બાપુ વિશેઃ
જન્મઃ તેમનો જન્મ ઓડિશા પ્રાંતમાં થયો હતો.
જીવન અને સેવાઃ તેમણે ચરાડવા ખાતે મહાકાળી આશ્રમની સ્થાપના કરી અને પોતાનું સમગ્ર જીવન તપસ્યા, સેવા અને સાદગીમાં સમર્પિત કર્યું. તેઓ આયુર્વેદના પ્રખર જાણકાર હતા અને હજારો ઔષધોનું જ્ઞાન ધરાવતા હતા. તેમણે કેન્સર જેવા ગંભીર રોગોના દર્દીઓની સારવાર કરી હતી અને નિઃસંતાન દંપતીઓને આયુર્વેદિક ઉપચારો દ્વારા સંતાનપ્રાપ્તિનું સૌભાગ્ય અપાવ્યું હતું. તેઓ ગરીબ-અમીર સૌને નિઃશુલ્ક સેવા આપતા હતા. તેઓ દશ મહાવિદ્યાના ઉપાસક હતા અને દૈવી શક્તિનો સાક્ષાત્કાર થયો હતો. યોગ, આયુર્વેદ અને મંત્ર વિદ્યા સહિત અનેક સિદ્ધિઓ ધરાવતા હતા.
ગૌસેવા અને અબોલ જીવોની સેવાઃ આશ્રમમાં ગાયો, પંચકલ્યાણી ઘોડાઓ અને વિવિધ પક્ષીઓની સેવા માટેનું એક અનુકરણીય કેન્દ્ર છે. આશ્રમમાં ૫૦ થી વધુ ગૌવંશ છે અને તેમણે કયારેય દૂધ, દહીં, છાશ, ઘીનું વેચાણ કર્યું નથી. પૂ. બાપુ તેઓ જગદંબાના પરમ ઉપાસક હતા અને વેદ, ઉપનિષદો તેમજ રામાયણનું ગહન જ્ઞાન ધરાવતા હતા. તેઓ અપાર લોકચાહના ધરાવતા હતા અને તેમના માર્ગદર્શનથી અનેક સાધકો આધ્યાત્મિક માર્ગે વિચરી રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક રાજકીય, સામાજિક અગ્રણીઓ અને મહાનુભાવો તેમના આશ્રમની મુલાકાત લઈ ચૂકયા છે.
દેહત્યાગ અને સમાધિઃ તેમનો દેહત્યાગ ૨૩ મે, ૨૦૨૫ ના રોજ વહેલી સવારે ૫:૩૦ વાગ્યે થયો હતો. તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે આશ્રમ ખાતે રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ ચરાડવા ગામમાં પાલખી યાત્રા યોજાઇ હતી.
પૂ. બાપુનો તપોભૂમિ મહાકાલી આશ્રમ
ચરાડવા મહાકાળી આશ્રમ, જે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલો છે, તે ગુજરાતના સૌથી પવિત્ર અને પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો પૈકી એક છે. આ આશ્રમ લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને પૂજ્ય દયાનંદગીરી બાપુની તપોભૂમિ તરીકે ઓળખાય છે.
ચરાડવા મહાકાળી આશ્રમની મુખ્ય વિશેષતાઓ અને માહિતીઃ
સ્થાપકઃ આ આશ્રમની સ્થાપના પૂજ્ય દયાનંદગીરી બાપુ દ્વારા કરવામાં આવી હતી. તેમણે પોતાનું જીવન આશ્રમના વિકાસ અને માનવ કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.
મુખ્ય દેવીઃ આશ્રમમાં મુખ્યત્વે મા મહાકાળીની પૂજા કરવામાં આવે છે. માતાજીના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવે છે.
આયુર્વેદિક ઉપચાર કેન્દ્રઃ આ આશ્રમ તેની આયુર્વેદિક સારવાર માટે ખૂબ પ્રખ્યાત છે. પૂજ્ય દયાનંદગીરી બાપુ આયુર્વેદના પ્રખર જાણકાર હતા અને તેમણે અસાધ્ય રોગો, ખાસ કરીને કેન્સર અને નિઃસંતાન દંપતીઓને આયુર્વેદિક ઉપચારો દ્વારા સાજા કર્યા હતા. આશ્રમમાં આજે પણ આયુર્વેદિક ઔષધો અને સારવાર ઉપલબ્ધ હોઈ શકે છે.
ગૌશાળા અને પશુસેવાઃ આ આશ્રમ ગૌસેવા અને અબોલ જીવોની સેવા માટે જાણીતો છે. આશ્રમમાં મોટી ગૌશાળા છે, જ્યાં ગાયો, પંચકલ્યાણી ઘોડાઓ અને અન્ય પક્ષીઓની સંભાળ રાખવામાં આવે છે. અહીં દૂધ, દહીં, છાશ કે ઘીનું વેચાણ કયારેય કરવામાં આવતું નથી.
સાત્વિક જીવનશૈલીઃ આશ્રમમાં સાદગી અને આધ્યાત્મિકતાને મહત્વ આપવામાં આવે છે. અહીં આવતા ભક્તોને શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય છે.(૬.૩)
આહ્વાન અખાડાની ઝલક
રાજકોટ, તા. ૯: આહવાન અખાડા એ ભારતના તેર મુખ્ય અખાડાઓ પૈકીનો એક છે, જે સનાતન ધર્મ, ખાસ કરીને શૈવ સંપ્રદાય સાથે સંકળાયેલો છે. અખાડાઓ એ સાધુઓ અને સંતોના સંગઠિત સમૂહો છે જે ધર્મની રક્ષા અને પ્રચાર માટે કાર્ય કરે છે. આ અખાડાઓ પ્રાચીન કાળથી અસ્તિત્વમાં છે અને કુંભ મેળા જેવા ધાર્મિક કાર્યક્રમોમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.
આહવાન અખાડા વિશેની કેટલીક મુખ્ય બાબતો
સ્થાપના અને ઇતિહાસઃ આહવાન અખાડાની સ્થાપના ૫૪૭ ઈ.સ. માં થઈ હોવાનું માનવામાં આવે છે. જોકે, કેટલાક ઇતિહાસકારો તેને ૧૫૪૭ ઈ.સ.નો સમયગાળો પણ દર્શાવે છે.
સંપ્રદાયઃ આહવાન અખાડા શૈવ સંન્યાસી સંપ્રદાયનો એક ભાગ છે, એટલે કે તેઓ ભગવાન શિવમાં આસ્થા ધરાવે છે.
ઇષ્ટદેવઃ આ અખાડાના સંન્યાસીઓ ભગવાન શ્રી ગણેશ અને દત્તાત્રેય ને પોતાના ઇષ્ટદેવ માને છે.
કેન્દ્રઃ આહવાન અખાડાનું મુખ્ય કેન્દ્ર કાશી (વારાણસી) માં દશાશ્વમેઘ ઘાટ પર આવેલું છે.
જૂના અખાડા સાથે જોડાણઃ આહવાન અખાડા જૂના અખાડા સાથે સંકળાયેલો છે, અને ઘણીવાર તેમને સાથે દર્શાવવામાં આવે છે.
કાર્યઃ અખાડાઓ પરંપરાગત રીતે શાષા (ધાર્મિક જ્ઞાન) અને શષા (શષા વિદ્યા) બંનેમાં નિપુણ હોય છે. તેઓ ધર્મની રક્ષા, પ્રચાર અને ધાર્મિક શિક્ષણનું કાર્ય કરે છે.
કુંભ મેળામાં ભૂમિકાઃ કુંભ અને અર્ધ કુંભના આયોજનમાં આહવાન અખાડા સહિતના અખાડાઓની વિશેષ ભૂમિકા હોય છે. તેઓ શાહી તાાનમાં પણ ભાગ લે છે.
મહિલા નાગા સાધુઃ જોકે મુખ્યત્વે પુરુષ નાગા સાધુઓ જાણીતા છે, કેટલાક અખાડામાં મહિલા નાગા સાધુઓ પણ હોય છે. જૂના અખાડામાં સૌથી વધુ મહિલા નાગા સાધુઓ છે, અને આહવાન અખાડા પણ આ પરંપરા સાથે જોડાયેલો છે.
ટૂંકમાં, આહવાન અખાડા સનાતન ધર્મની એક મહત્વપૂર્ણ પરંપરા છે જે સંતો અને સાધુઓના સંગઠન દ્વારા ધર્મની રક્ષા અને પ્રચારનું કાર્ય કરે છે.
દશ મહાવિદ્યામાં મહાકાલી સર્વોચ્ચ
રાજકોટ, તા. ૯: બ્રહ્મલીન પૂ. દયાનંદગિરિબાપુ દશ મહાવિદ્યાના સાધક હતા. તેઓને મહાકાલીનો સાક્ષાત્કાર થયો હતો.
મહાકાળી એ દેવી શક્તિનું ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપ છે, જે દુષ્ટતાનો નાશ કરનારી અને ભક્તોનું રક્ષણ કરનારી દેવી તરીકે પૂજાય છે. જોકે, તેમના ઘણા સ્વરૂપો છે, જે વિવિધ ગુણધર્મો અને મહત્વ ધરાવે છે.
મહાકાળીના મુખ્ય સ્વરૂપો અને તેમનો મહિમા
મહાકાળી (શુદ્ધ સ્વરૂપ)
મહાકાળી એ દશ મહાવિદ્યાઓમાં પ્રથમ અને સર્વોચ્ચ દેવી છે.
તેમનું સ્વરૂપ કાળું (અથવા ઘેરા વાદળી) હોય છે, જે અજ્ઞાનનો નાશ અને સમયની શક્તિનું પ્રતીક છે.
તેમના ગળામાં નરમુન્ડની માળા, કમરે કપાયેલા હાથની મેખલા અને ચાર હાથમાં ખડગ, ત્રિશૂળ, મુન્ડ અને કમળ ધારણ કરેલા હોય છે.
તેમનું સ્વરૂપ ભયાવહ લાગે છે, પરંતુ તે ભક્તો માટે કલ્યાણકારી અને રક્ષક છે. તેઓ મોક્ષ અને આધ્યાત્મિક જ્ઞાન પ્રદાન કરે છે.
તેઓ ક્રિયાશક્તિનું પ્રતીક છે, એટલે કે કાર્ય કરવાની અને દુષ્ટતાનો નાશ કરવાની શક્તિ.
દશ મહાવિદ્યાઓ (મહાકાળીનું વિસ્તળત સ્વરૂપ)
મહાકાળી એ દશ મહાવિદ્યાઓના સમૂહનું પ્રમુખ સ્વરૂપ છે. આ દસ દેવીઓ મહાકાળીના જ વિવિધ પાસાંઓ અને શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે.
કાળીઃ સર્વશક્તિમાન, સમય અને પરિવર્તનની દેવી.
તારાઃ મુક્તિ અને જ્ઞાન પ્રદાન કરનારી દેવી.
ષોડશી (ત્રિપુર સુંદરી): સૌંદર્ય, પ્રેમ અને આનંદની દેવી.
ભુવનેશ્વરીઃ બ્રહ્મ ાંડ અને સર્જનની દેવી.
છિન્નમસ્તાઃ આત્મ-બલિદાન અને આધ્યાત્મિક જ્ઞાનની દેવી.
ભૈરવીઃ ભયાનક અને ઉગ્રતાની દેવી, જે દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે.
ધૂમાવતીઃ વિધવા અને દુર્ભાગ્યનો નાશ કરનારી દેવી.
બગલામુખીઃ શત્રુઓનો નાશ અને વિવાદમાં વિજય અપાવનારી દેવી.
માતંગીઃ કલા, સંગીત અને જ્ઞાનની દેવી.
કમલાઃ સમળદ્ધિ, સંપત્તિ અને કલ્યાણની દેવી.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
