News of Tuesday, 10th June 2025
પૂ. બાપુએ આવીને ચીપીયો ખોડ્યો હતો ત્યાંજ સમાધી અપાઇ

વિશ્વ વંદનીય પરમ પૂજ્ય દયાનંદ ગીરીજી બાપુ માનવ દેહમાં સાક્ષાત પરમ તત્વ હતા. તેઓના દર્શન માત્રથી દુખ દુર થઇ જાય તેવું તેમનામાં અલૌકિક તેજ હતું. મહાકાળી માં ના પરમ ઉપાસક અને અનેક વર્ષોની કઠીન તપસ્યાથી તેઓમાં એક દિવ્યતા અનુંભવાતી હતી. મહાકાળી આશ્રમ ચરાડવા ખાતે તેમના સેવકો સાથે ચર્ચા કરતા એક અદભૂત વાત ખબર પડી હતી કે, પરમ પૂજ્ય દયાનંદ ગીરીજી બાપુ જ્યારે કર્ણાટકના જંગલોમાં સાધનામાં લીન હતા ત્યારે તેઓએ મહાકાળી માં ના સાક્ષાત દર્શન કરવા કઠોર તપ કર્યું. તેમણે અન્ન-જળ નો ત્યાગ કર્યો હતો. સતત ચાર મહિના સુધી મંત્રોચ્ચાર સાથે માં ના દર્શન કરવા તેઓ આતુર હતા. પરિસ્થિતિ એવી થઇ ગઇ કે પરમ પૂજ્ય બાપુને સખત આશક્તિ આવી ગઇ. મુખમાંથી માં સિવાય કોઇ શબ્દો નીકળતા નહતા. અંતે માં એક બાળાનું રૂપ લઇ આવ્યા અને બાપુને તેના હસ્તે પાણી અને પ્રસાદ જમાડ્યા. કર્ણાટક પછી બાપુએ ગોવા ખાતે પણ જંગલોમાં, ગુફાઓમાં કઠોર સાધના કરી છે.
સેવકો એક વાત એ પણ કરી કે, જ્યારે પરમ પૂજ્ય દયાનંદ ગીરીજી બાપુ વર્ષો પહેલા ચરાડવા આવ્યા ત્યારે પહેલા હાલ જ્યાં બસ સ્ટેન્ડ છે ત્યાં રોકાયા પછી હાલ જ્યાં આશ્રમ છે ત્યાં આવ્યા. અહિં એવી જમીન હતી કે પથ્થર ઉપાડો તો નીચેથી વિંછી નીકળે. એવી જમીનમાં પરમ પૂજ્ય દયાનંદ ગીરીજી બાપુએ એક ચીપીયો ખોડ્યો હતો. પછી મહાકાળીમાં નું મંદિર અને આશ્રમની સ્થાપના થઇ. આજે તેઓ બ્રહ્મલીન થયા ત્યારે તેમણે શરૂમાં આવીને જ્યાં ચીપીયો ખોડ્યો હતો ત્યાંજ માં ના ચરણોમાં તેઓને સમાધી અપાઇ.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
