News of Tuesday, 10th June 2025
રાજા તેની નજીક આવી રહ્યો છે.તેને બિલકુલ પસંદ નથી.:સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહાની ચેટ્સ સામે આવી
લગ્નના 3 દિવસ બાદની ચેટમાં ખુલાસો :તેણે રાજાને મારવાની પ્લાનિંગની વાત પણ કરી: રાજાને મારવા માટે હનીમૂન માટે જવાનો પ્લાન બનાવ્યો.

ઈન્દોરના રાજા રઘુવંશી મર્ડર કેસમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. સોનમે રાજા સાથે લગ્ન થયાના 3 દિવસ બાદ જ તેની હત્યાનો પ્લાન બનાવી લીધો હતો. આનો ખુલાસો સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહા સાથેની ચેટ્સમાં થયો છે. તે હાલ સામે આવી છે.
સોનમ રઘુવંશી અને તેના પ્રેમી રાજ કુશવાહાની કેટલીક ચેટ્સ સામે આવી છે. જેમાં સોનમે રાજને ચેટમાં લખ્યું હતું કે તેનો પતિ રાજા તેની નજીક આવી રહ્યો છે. જે તેને બિલકુલ પસંદ નથી. આ ચેટ લગ્નના 3 દિવસ બાદની છે. આ દરમિયાન જ તેણે રાજાને મારવાની પ્લાનિંગની વાત પણ કરી લીધી. તેણે રાજાને મારવા માટે હનીમૂન માટે જવાનો પ્લાન બનાવ્યો.
સોનમ અને તેના પ્રેમીએ જાણી જોઈને મર્ડર માટે દૂરનું સ્થળ પસંદ કર્યુ અને મેઘાલયના શિલોંગમાં હનીમૂન માટે જવાનો પ્લાન બનાવ્યો. હાલ તો મોટો સવાલ એ છે કે મર્ડર બાદ સોનમ ઉત્તર પ્રદેશના ગાજીપુર કેવી રીતે પહોંચી. પોલીસ હાલ ઢાબાની નજીક એક ટોલ પ્લાઝા છે જેની સીસીટીવી ફુટેજની તપાસ કરી રહી છે. તે સિવાય ગાજીપુરના એન્ટ્રી પોઈન્ટ પર લગાવેલા સીસીટીવી ફુટેજ પણ તપાસી રહી છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
