<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

સોનમ રઘુવંશી પ્રેગ્નેટ છે કે નહિ.? મેડિકલ રિપોર્ટના રિઝલ્ટે કેસને વધુ ગુંચવી નાખ્યો

હવે આ સાથે જ એક નવો સવાલ ઉભો થયો છે કે જો સોનમ પ્રેગ્નેટ હશે તો આ બાળક કોનું છે? રાજાનું કે અન્ય કોઈનું

ઇન્દોર :રાજા રઘુવંશી મર્ડર કેસને લઈને રહસ્ય હવે વધુ ઘેરાઈ રહ્યું છે. મેઘાલય પોલીસ સોનમની પુછપરછ કરી રહી છે. ત્યારે સોનમની મેડિકલ રિપોર્ટના રિઝલ્ટે આ કેસને વધુ ગુંચવી નાખ્યો છે. હજુ સુધી સોનમની પ્રેગ્નેન્સીને લઈને કોઈ સ્પષ્ટ પરિણામ મળ્યા નથી.

 

હાલ રાજા મર્ડર કેસમાં સોનમ સહિત અન્ય 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં વધુ એક ખુલાસો થયો છે એ છે સોનમની પ્રેગ્નેન્સી. જ્યારે સોનમ મળી આવી ત્યારે તેની માનસિક સ્થિતિ સારી ન હતી. 9 જૂન 2025 ના રોજ સોનમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જેમાં સોનલની શારીરિક અને માનસિક સ્થિતિ ખરાબ હોવાનું જાણવા મળ્યું. તે ડરેલી હતી, પરંતુ તેના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી.

મેડિકલ તપાસમાં સોનમની પ્રેગ્નેન્સી ટેસ્ટ પણ કરવામાં હતી. પરંતુ તેનું રિઝલ્ટ અસ્પષ્ટ મળ્યું છે. એટલે કે એ નક્કી થઈ શક્યું નથી કે સોનમ પ્રેગ્નેટ છે કે નહિ. ન્યુઝ 18ના અહેવાલ અનુસાર હવે ડોક્ટરોએ સાત દિવસ બાદ પ્રેગ્નેન્સી ટેસ્ટ માટે અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરવાનું સૂચન કર્યું છે.

 

હવે આ સાથે જ એક નવો સવાલ ઉભો થયો છે કે જો સોનમ પ્રેગ્નેટ હશે તો આ બાળક કોનું છે? રાજાનું કે અન્ય કોઈનું. ઉપરાંત સોનમે પુછપરછમાં એવો દાવો કર્યો છે કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેની માનસિક સ્થિતિને જોતા પોલીસ પણ સાવધાની સાથે તેની પુછપરછ કરી રહી છે. જો હવે સોનમ પ્રેગ્નેટ હશે તો આખા કેસની દિશા બદલાઈ શકે છે.

(1:16 PM IST)